અઠવાડિયા પુર્વેના બનાવમાં અર્ટીંગા કારના ચાલક સામે ફરિયાદ
ધ્રોલ ટંકારા હાઇવે પર અઠવાડિયા પહેલા અર્ટીગા ગાડીના ચાલકે બેદરકારીથી ચલાવીને રોંગ સાઇડમાં આવીને વરના કારને ઠોકર મારી હતી જેમાં એક પરિવારના ત્રણ સભ્યોને શરીરે નાની મોટી ઇજા પહોંચી હતી જે અંગે પોલીસમાં કાર ચાલક સામે ફરિયાદ કરવામાં આવી છે.
સુરતનાં સાવલીયા સર્કલ ખાતે રહેતા ડાયમંડ જવેલરીનાં વેપારી કિશનભાઇ ગોપાલભાઇ વીરાણી ઉ.વ.27 નામનાં યુવાને ગઇકાલે ધ્રોલ પોલીસમાં અર્ટીગા ગાડી નં. જી.જે. 3 એન.પી. 1342નાં ચાલક સામે ફરિયાદ કરી છે.
ગત તા.21ના રોજ ફરીયાદી કિશનભાઇ પોતાના પરિવારના સભ્યો સાથે વરના કાર નં.જીજે 5 આર.યુ. 8000 લઇને જતા હતા સાંજના સુમારે ટંકારા હાઇવે હરિપુર ગામ મંદિર સામેના રોડ પર પહોંચતા સફેદ કલરની અર્ટીગા કારના ચાલકે પુરઝડપે ચલાવી કાબુ ગુમાવી ફરિયાદીની ગાડી નજીક આવી અચાનક રોંગ સાઇડમાં આવીને ફરિયાદીની વરના ગાડીને બાજુની રોડની નીચે ઉતારી દીધેલ જેથી ફરિયાદીનાં માતાને કમરના ભાગે ફેકચર, પિતાને હોઠનાં ભાગે ઇજા, અને બહેનને આંખના ભાગે ઇજા પહોંચાડી હતી.
દરેડ વિસ્તારમાં બે વર્લીબાજ પોલીસની ઝપટમાં આવ્યા
દરેડ એફ.સી.આઇ. ગોડાઉનની પાછળ રહેતા મનસુખ પીઠા ચોપડા નામનાં શખ્સને દરેડ ગામ મંદિર તરફ રોડ પરથી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા રોકડા 950 અને ચિઠ્ઠી સાથે પકડી લીધો હતો જયારે દરેડ ગામ ખોલીમાં રહેતા હરીદાસ માખન પટેલને પેટ્રોલપંપ નજીક જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા રોકડા 1630 સાથે પકડી લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMસારા એવા રસ્તાની રાજકોટ મનપાએ પથારી ફેરવી નાખી !, ઉબડખાબડવાળા રસ્તા અને સત્તત ઉડે છે ધૂળની ડમરીઓ
February 23, 2025 03:29 PMરાજકોટ : સિવિલ હોસ્પિટલ કે ટુ વ્હીલર્સ પાર્કિંગ?
February 23, 2025 03:27 PMરાજકોટ : મવડી ચોકડી નજીક જાહેરમાં ગાંજો ફૂંકતો શખ્સ કેમેરામાં કેદ, વિડિયો વાયરલ
February 23, 2025 03:24 PMહરિયાણા કોંગ્રેસમાં બળવો, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાના નામ સ્ટાર પ્રચારકોની યાદીમાંથી દૂર
February 23, 2025 03:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech