યુનિવર્સિટી રોડ પર પ્રેમમંદિર નજીક આવેલી વિષ્ણુ વિહાર સોસાયટી સામે રાત્રિના પોલીસ પુત્ર પર બે લાઈનબોય સહિત ત્રણે હત્પમલો કરી તેને સાથળના ભાગે છરીનો ઘા ઝીંકો દીધો હતો. જેથી યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આરોપી યુવાનનો મિત્ર હોય તેને ઉછીના આપેલા પિયા ૭૫,૦૦૦ ની ઉઘરાણી કરતા ઉશ્કેરાઇ આ હત્પમલો કર્યેા હતો.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, પોલીસ હેડ કવાર્ટરમાં રહેતા અને બીકોમનો અભ્યાસ કરનાર જન્મજયસિંહ જયપાલસિંહ ઝાલા નામના યુવાને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અયાન આરીફ ભાઈ લંજા, યશુ પ્રવીણભાઈ દવેરા અને શાહખના નામ આપ્યા છે.
યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ રાત્રિના વિષ્ણુ વિહાર સોસાયટી સામે આવેલા બિલ્ડીંગમાં આવેલી સેવક પાનની દુકાને તે તથા તેનો મિત્ર રોહિત અને હર્ષિતસિંહ બેઠા હતા દરમિયાન આરોપી અયાન અને યશુ તથા શાહખ અહીં આવ્યા હતા અયાન ફરિયાદીનો મિત્ર હોય અને તેણે અગાઉ તેને પિયા ૧.૧૫ લાખ આપ્યા હતા. જેમાંથી જેણે .૪૦,૦૦૦ પરત આપી દીધા હોય પરંતુ ૭૫,૦૦૦ આપવાના બાકી હોય જેથી યુવાને કહ્યું હતું કે મારા પૈસા આપી દેજે.
આ સાંભળી અયાન ઉશ્કેરાયો હતો અને ગાળો આપવા લાગ્યો હતો. દરમિયાન યસુએ યુવાનને ઢીકાપાટુનો માર મારવાનું શ કરી દીધું હતું. આ સમયે અયાને અને છરી કાઢી યુવાનના સાથળનાભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. યુવાનના મિત્રોએ વચ્ચે પડી તેને વધુ મારામાંથી બચાવ્યો હતો. દરમિયાન અહીં લોકો એકત્ર થતાં આ ત્રણેય શખસો નાસી ગયા હતા. બાદમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, ફરિયાદી જન્મજયસિંહના પિતા ડોગ સ્કોડમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે યારે આરોપી અયાન અને યશુના પિતા પણ પોલીસ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા હોવાનું માલુમ પડું છે. બનાવ અંગે યુવાનની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુદ્ધવિરામ તૂટ્યો: અખનૂરમાં શાંતિના માત્ર 3 કલાક બાદ પાકિસ્તાનનું ફરી ફાયરિંગ
May 10, 2025 08:25 PMભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ: પીએમ મોદીને મળવા પહોંચ્યા ત્રણેય સેનાધ્યક્ષ અને CDS
May 10, 2025 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech