જોડીયાના બાલંભા પાટીયા પાસે આજે વ્હેલી સવારે પાટણ વિસ્તારના પદયાત્રીઓ દ્રારકા જઇ રહયા હતા ત્યારે ટ્રક કાળ બનીને ત્રાટકયો હતો, જેમાં પદયાત્રીઓના સંઘને હડફેટે લેતા ૩ મહિલા પદયાત્રીને ગંભીર ઇજા કરી મૃત્યુ નિપજતા હાઇવે મરણચીસોથી ગુંજી ઉઠયો હતો, ભારે અફડાતફડી મચી ગઇ હતી, પાંચથી વધુ ઇજાગ્રસ્ત પદયાત્રીઓને તાકીદે સારવાર માટે જોડીયાની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા, બનાવની જાણ થતા જોડીયા પોલીસની ટુકડી તાકીદે ઘટના સ્થળ અને હોસ્પીટલ ખાતે દોડી જઇ બનાવ સબંધે વિગતો મેળવવા તપાસ આદરી હતી.
પાટણ પંથકના બકુતરા વિસ્તારના મહિલા સહિતનો પદયાત્રીનો સઘં આશરે ૩–૪ દિવસ પહેલા દ્રારકા દર્શનાથે જવા માટે નીકળ્યો હતો, અને આજે વ્હેલી સવારે જોડીયા તાલુકાના બાલંભા પાટીયા પાસે પહોચ્યા હતા, દરમ્યાનમાં વ્હેલી સવારે એકબાજુ ઝાકળ હતી એ વેળાએ પુરપાટ ઝડપે આવી રહેલો ટ્રક કાળ બનીને પદયાત્રીઓ પર ત્રાટકયો હતો અને હડફેટે લેતા ૩ પદયાત્રી મહિલાના ગંભીર ઇજા સબબ મૃત્યુ નિપજયા હતા
જયારે તેની સાથેના પાંચ જેટલા પદયાત્રીઓને શરીરે નાની મોટી ઇજાઓ થતા તાકીદે જોડીયાની હોસ્પીટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા, અહીથી પસાર થનારા કોઇએ મદદ કરી હતી, બીજી બાજુ જોડીયા પોલીસની ટુકડી દોડી આવી હતી.
ટ્રક ફરી વળતા હાઇવે મરણચીસોથી ગુંજી ઉઠયો હતો, મરણજનાર મહિલાઓ બકુતરા ગામના હોવાનું અને જેમાં છાનુબેન બકુતરીયા (ઉ.વ.૩૦), રૂડીબેન બકુતરીયા (ઉ.વ.૬૦) અને સેજુબેન (ઉ.વ.૫૦) હોવાનું જાણવા મળ્યુ હતું
જયારે ઇજાગ્રસ્તોના નામ મેળવવામાં આવી રહયા છે. આ ગોઝારો અકસ્માત કેવી રીતે બન્યો અન્ય કોઇ વાહન બાબતે પણ પોલીસ ટુકડી દ્રારા તપાસ ચલાવવામાં આવી રહી છે. દ્રારકા દર્શનાથે જઇ રહેલા પદયાત્રીઓને વ્હેલી સવારે ગોઝારો અકસ્માત નડયાની વિગતો બહાર આવતા પંથકમાં ભારે અરેરાટી ફેલાઇ જવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'ભારત આપણો ફાયદો ઉઠાવે છે...', ટ્રમ્પે ફરી USAID ફંડિંગ પર કરી વાત; કહ્યું- તેને પૈસાની જરૂર નથી
February 23, 2025 12:05 PMઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech