હોમિયોપેથીનો છાત્ર ગોવિંદપુરમાં દવાખાનું ખોલી ડિગ્રી વગર સારવાર કરતા ઝડપાયો
ધારીના ગોવિંદપુર ગામે શકિત કિલનિક નામે દવાખાનું ચલાવી કોઈપણ ડિગ્રી વગર મેડિકલ પ્રેકિટસ કરી માનવ જિંદગી સાથે ચેડાં કરતા કહેવાતા ડોકટરને અમરેલી એસઓજીની ટીમે આરોગ્ય વિભાગની ટીમને સાથે ઝડપી પાડી મેડિકલ ઈન્સ્ટુમેન્ટ, દવાનો જથ્થો સહિતનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરી છે.
રાયમાં બધું નકલી ચાલી રહ્યું છે પરંતુ નકલી સામે અસલી પરાસ્ત હોઈ તેમ કોઈ ઠોંસ પગલાં લેવામાં ન આવતા લાગી રહ્યું છે. બોગસ ડોકટર મામલે મેડિકલ એકટમાં કડક કાયદાની જોગવાઈ ન હોય એવી રીતે છાસવારે પકડતા બોગસ ડોકટરો પોલીસના હાથે પકડાયા બાદ કોર્ટમાં મિનિટોમાં છૂટી રહ્યા છે. અને ફરી પોતાની દુકાન ખોલી માનવ જિંદગી સાથે સારવારના નામે ચેડાં કરી રહ્યા છે. અમરેલી એસઓજીએ પાંચ દિવસમાં ડિગ્રી વગર સારવાર કરતા બે ડોકટરને ઝડપી લીધા છે. અમરેલી એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, ધારીના ગોવિંદપરા વિસ્તારમાં શકિત કિલનિક નામે દવાખાનું ચલાવતા તબીબ પાસે કોઈ પણ જાતની મેડિકલ ડિગ્રી ન હોવા છતાં સારવાર કરી રહ્યો છે. જે બાતમીના આધારે એસઓજીની ટીમએ ધારી મેડિકલ ઓફિસર ડો.ડી.સી.મકવાણાને જાણ કરી મેડિકલ ટિમ સાથે શકિત કિલનિક નામના દવાખાનામાં રેઇડ કરતા હાજર ડોકટરનું નામ પૂછવામાં આવતા પોતાનુઁ નામ ભાર્ગવ રાજુભાઇ ડાભી(બાબરીયા) (ઉ.વ.૩૦–રહે.કાંગસા ચંદુભાઇના મકાનમાં ભાડેથી તા.ધારી મુળ રહે.સિહોર એકતા સોસાયટી જી.ભાવનગર)નો હોવાનું જણાવતા મેડિકલ ઓફિસરે તેની પાસેથી મેડિકલ ડિગ્રી કે લાયસન્સ માગતા પોતા પાસે ન હોવાનું જણાવતા પોલીસે ધરપકડ કરી મેડિકલના સાધનો અને દવાઓ સહીત . ૧૬,૩૯૯નો મુદામાલ કબ્જે કરી મેડિકલ ઓફિસર ડો. ડી.સી.મકવાણાની ફરિયાદના આધારે ધારી પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. વધુમાં સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ઝડપાયેલો ભાર્ગવ ડાભી મેડિકલનો હોમિયોપેથીનો અભ્યાસ કરતો હોવાનું અને મહિનાઓથી જ દવાખાનું શ કરી પ્રેકિટસ ચાલુ કરી હતી. આ કાર્યવાહી એસઓજીના એએસઆઇ નાજભાઈ પોપટ, હેડ કોન્સ. રાઘવેન્દ્રભાઈ ધાધલ, પો.કોન્સ. સ્વાગતભાઈ કુવરીયા, સુરેશભાઈ ચૌહાણ સહિતનાએ કરી હતી
મોરબીમાં જન આરોગ્ય સાથે ચેડાં કરતો નકલી તબીબ પકડાયો
મોરબી શહેરમાં જાણે બોગસ તબીબોનો રાફડો ફાટયો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે મોરબીના સામાકાંઠે નિત્યાનદં સોસાયટી બાજુમાં રોડ પર શ્રીજી કિલનિકમા આરોપી દર્દીઓને કોઈ જાતની ડિગ્રી વગર મેડીકલ પ્રેકિટસ કરતા બોગસ તબીબને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે. પોલીસે આ બોગસ તબીબ વિદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મૂળ જામનગર જિલ્લ ાના વતની અને હાલ મોરબીના સામાકાંઠે જનકલ્યાણેશ્વર મહાદેવના મંદિર પાસે રહેતા આરોપી પ્રણવકુમાર અશોકભાઈ ફડદુ (ઉ.વ.૨૪)એ પોતાના કબ્જા ભોગવટા વાળા શ્રીજી કિલનીકમાં કોઇપણ પ્રકારની ડીગ્રી કે સરકાર માન્ય લાયસન્સ વગર બીમાર દર્દીઓની એલોપેથી દવાથી સારવાર કરતા તથા માણસોના આરોગ્ય સાથે ચેડા કરતા જણાય આવી તેમજ એલોપેથીક દવાનો જથ્થો રાખી કુલ કી.. ૮૯૪૧– ના મુદામાલ સાથે મળી આવતા આરોપીને ઝડપી પાડી આરોપી વિદ્ધ મેડીકલ પ્રેકટીશનર એકટ ૩૦, ૩૩ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
પારડીમાં ધો.૧૦ પાસ બંગાળી શખસ ડોકટર બની કિલનિક ચલાવતો હતો
પારડીમાં શીતળા માતાના મંદિર પાસે શાપર પોલીસે ડિગ્રી વગર કિલનિક ચલાવનાર બોગસ તબીબ એવા બંગાળી શખસને ઝડપી લીધો હતો. ધોરણ ૧૦ પાસ આ શખસ અગાઉ પંદર વર્ષ કંપાઉંડરી કરી હોય તેના અનુભવના આધારે તેણે પોતાનું ખુદનું શ કરી દીધું હતું અને છેલ્લા પાંચ મહિનાથી અહીં કિલનિક ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. પોલીસે અહીંથી મેડિકલ પ્રેકિટસને લગતી દવાઓ સહિતનો સામાન મળી ૮,૧૨૧ નો મુદ્દામાલ કબજે કરી આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જાણવા મળતી વિગતો મુજબ, શાપર વેરાવળ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન એવી સચોટ બાતમી મળી હતી કે, પારડી ગામે શીતળા માતાના મંદિર નજીક કિશન ગેટ અંદર જીઈબીના મોટા પોલ પાસે બંગાળી શખસ ડીગ્રી વગર કિલનિક ચલાવે છે. આ બાતમીના આધારે પોલીસની ટીમે અહીં પહોંચી અહીં શિવ શંભુ સ્વાસ્થ્ય કેન્દ્ર નામના કિલનિકમાં પોતાની ઓળખ ડોકટર તરીકે આપનાર શખસની પૂછતાછ કરતા તેણે પોતાનું નામ દીપુમલિક કુમુદરંજન મલિક (ઉ.વ ૪૫ રહે. હાલ કોઠારીયા સોલવન્ટ, રાજકોટ, મૂળ પશ્ચિમ બંગાળ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ શખસ પાસેથી મેડિકલ પ્રેકિટસ કરવા અંગેની જરી ડિગ્રી માંગતા તેની પાસે આવી કોઈ ડીગ્રી ન હોવાનું માલુમ પડું હતું. જેથી પોલીસે અહીંથી દવાઓ તથા મેડિકલ પ્રેકિટસને લગતો સામાન સહિત . ૮,૧૨૧ નો મુદ્દામાલ કબજે કરી આ શખસ સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, ઝડપાયેલો નીપુમલિક મૂળ બંગાળનો વતની છે અને તેણે ધોરણ ૧૦ સુધીનો અભ્યાસ કર્યેા છે. પોતે પોતાના ગામે આવેલા ડોકટર ક્રિષ્ના મુખરજીના દવાખાનામાં ૧૫ વર્ષ કંપાઉંડર તરીકે રહ્યો હોય આ અનુભવના આધારે તેણે છેલ્લા પાંચેક મહિનાથી અહીં પારડીમાં પોતાનું કિલનિક શ કરી દીધું હતું. આ અંગે શાપર પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech