હળવદ સરા ચોકડી નજીકથી સોમવાર સવારે મામલતદારે ત્રણ સફેદ માટી ભરેલા ડંમ્પર ઝડપી લીધા હતા,સવારથી સાંજ સુધી પોલીસ મથકે રહ્યાં બાદ કામગીરી ન થઈ અને પોલીસ મથકેથી ડંમ્પરને કરાયાં રવાના, તોળ થયાની શહેરમાં ચર્ચા ચાલી રહી છે.
હળવદ સરા ચોકડી પાસેથી સોમવારે મામલતદાર એ સફેદ માટે ભરેલા ૩ ડમ્પરો જ કર્યેા, અંદાજીત ૬૦ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યેા હતો અને હળવદ પોલીસ સ્ટેશન ખાતે ડમ્પરો હવાલે કર્યેા હતા.
હળવદ હળવદ પંથકમાં છેલ્લ ા કેટલાક સમયથી સફેદ માટીનો ધંધો ફુલ્યો ફાલીયો છે, તાલુકાના છેવાડાના ગામ એવા સુંદરીભવાની ગામે બેરોકટોક સફેદ અને લાલ માટીનો વેપલો ફુલ્યો ફાલ્યો છે. જંગલમાંથી બેરોકટોક સફેદ અને લાલ માટીના ડમ્પરો પસાર થઈ રહ્યાં છે અને વૃક્ષોનું નિકંદન કરી રહ્યાં છે. જોકે જવાબદાર તત્રં આજદીન સુધી કોઈ પગલાં ન લેવાતાં ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ હતી, એટલું જ નહીં નંબર વગરના માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પરો તંત્રને દેખાતા નથી, હળવદ સરા ચોકડીએ નંબર વગરના ડમ્પરો માતેલા સાંઢની ખુલ્લ ેઆમ પસાર થાય છે. ત્યારે સોમવારે હળવદના મામલતદારે પી ભટ્ટ દ્રારા સરા ચોકડી પાસે ચેકિંગ હાથ ધરતા ત્રણ ડમ્પરો સફેદ માટી ભરેલા અંદાજિત ૬૦ લાખથી વધુનો મુદ્દામાલ સાથે ઝડપી પાડી હળવદ પોલીસને કરી સોંપવા આવ્યા હતા. પરંતુ કોઈ આકાનો ફોન આવતા સાંજ સુધી ડમ્પરોને રાખી ગણતરીની કલાકોમાં રવાના કરી દેવાતા લોકમુકે મોટો તોડ થયા હોવાની ચર્ચા ચાલી રહી છે,ત્રણ માટી ભરેલા ડમ્પરો છોડી મુકાતા મામલતદાર અને પોલીસ ની ભૂમિકા શંકાના ઘેરામાં હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે જાગૃત નાગરિક દ્રારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનું પણ જાણવા મળ્યું છે. જો કામગીરી કરવી ન હોયતો સફેદ માટીનાં ડંમ્પર શાં માટે ઝડપી લીધા હતા? તેવા પણ પ્રશ્નો શેરીજનોમાં ચર્ચા રહ્યા છે આમાં લાખો પિયાનો તોડ થયા હોવાનું પણ લોકોમાં ચર્ચા રહ્યું છે જે આગામી દિવસમાં તપાસ થયા બાદ જ બહાર આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપીએમ મોદી સપ્ટેમ્બરમાં નિવૃત્ત થશે, તેમના આગામી ઉત્તરાધિકારી મહારાષ્ટ્રના હશે: સંજય રાઉત
March 31, 2025 01:44 PMટેકાના ભાવે ચણા અને રાયડાના રજિસ્ટ્રેશન રદ બાબતે કિસાન કોગ્રેસના ચેરમેન પાલ આંબલીયાએ લખ્યો પત્ર
March 31, 2025 01:21 PMનિકાવામાં ઈદ ઉલ ફીત્રની શાનદાર ઉજવણી
March 31, 2025 01:16 PMરામનવમીના પારણા અંતર્ગત લોહાણા જ્ઞાતિ સમુહ ભોજનનું ભવ્ય આયોજન
March 31, 2025 01:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech