ગઇકાલે કેરાલાના આધેડનું મોત થયા બાદ સારવારમાં મહિલા અને ડ્રાઇવરે દમ તોડયો : ભીષણ ટકકરમાં કારનો કડુસલો બોલ્યો : ભારે અરેરાટી
દેવભુમી દ્વારકા ધોરીમાર્ગ પર ભીમરાણા નજીક ગઇકાલે કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત થતા કારનો કડુસલો બોલી ગયો હતો આ અકસ્માતમાં કેરાલાના આધેડનું મૃત્યુ થયુ હતું અને તેમના પત્ની તથા ડ્રાઇવરને ગંભીર ઇજા સબબ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા, જયાં આ બંનેએ સારવારમાં દમ તોડતા ગોઝારા અકસ્માતમાં મૃત્યુ આંક 3 થયો છે જેના કારણે ગમગીની છવાઇ ગઇ છે. બનાવની જાણ થતા આજુબાજુના લોકો અને પોલીસ ટુકડી દોડી ગઇ હતી.
ઓખા દ્વારકા હાઇવે મીઠાપુર નજીક ભીમરાણાના પુલ પાસે ગઇકાલે બપોરે ડમ્પર અને કાર વચ્ચે ધડાકાભેર ટકકર થઇ હતી આ અકસ્માતમાં કારમાં બેસીને દ્વારકા તરફ આવી રહેલા કેરાલાના ઓ.બી. વાસુદેવનનું ગંભીર ઇજા સબબ મૃત્યુ નિપજયુ હતું જયારે તેમના પત્ની અને કારચાલકને ગંભીર ઇજા પહોચતા તાકીદે 108 મારફત સારવાર માટે મીઠાપુરની ટાટા હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવની જાણ થતા પીઆઇ ટી.સી. પટેલ અને સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અકસ્માતમાં કારનો બુકડો બોલી ગયો હતો ઉપરાંત મદદ માટે આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા. આ અકસ્માતના પગલે પોલીસ દ્વારા વિધીવત ફરીયાદ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
દરમ્યાનમાં હોસ્પીટલના બીછાને રહેલા યામીનીબેન અને દ્વારકા વિસ્તારમાં રહેતા હેમેન્દ્રભાઇના સારવારમાં મૃત્યુ નિપજતા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. ગોઝારા અકસ્માતમાં મૃત્યુ આંક 3 થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાઇવે પર ગંભીર અકસ્માતોના બનાવ વધી રહયા છે. તાજેતરમાં જ ગોઝારા અકસ્માત થયા હતા. અને ગઇકાલે વધુ એક અકસ્માતમાં કુલ 3 જીંદગીનો ભોગ લેવાતા ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ: પતંગ લેવા જતા 11 વર્ષીય બાળકનું કરૂણ મોત
January 08, 2025 11:18 PMઆંધ્રપ્રદેશઃ તિરુપતિ મંદિરમાં ટોકન લેતા સમયે નાસભાગ, 6 શ્રદ્ધાળુઓના મોત
January 08, 2025 10:55 PMસુરતના પ્રાણી સંગ્રહાલયમાં H5N1 વાયરસનો ખતરો: પ્રાણીઓમાં ફેલાયો ચેપ
January 08, 2025 08:51 PMસાબરકાંઠામાં HMPV વાયરસનો ખતરો: અમદાવાદ બાદ હિંમતનગરમાં 8 વર્ષનું બાળક સંક્રમિત
January 08, 2025 08:49 PMખંભાળિયાના માંઝા ગામે કૂવામાં ખાબકેલા શિયાળનું રેસ્ક્યુ કરાયું
January 08, 2025 07:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech