BREAKING NEWS

મોબાઇલ આઇડી મારફત ક્રિકેટ સટ્ટો રમતા વેપારી, રેસ્ટોરન્ટ સંચાલક સહિત ત્રણ ઝબ્બે

  • May 21, 2026 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં ક્રાઇમ બ્રાંચ અને પીસીબીની ટીમે મોબાઇલ આઇડી મારફત આઇપીએલની મેચ પર ક્રિકેટ સટ્ટો રમતા રેસ્ટોરન્ટ સંચાલક, વેપારી સહિત ત્રણ શખસોને ઝડપી લીધા હતાં. ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઇ વી.ડી.ડોડીયા તથા ટીમ પેટ્રોલીંગમાં હતી દરમીયાન હેડ કોન્સ્ટેબલ રાહુલ ગોહેલ અને કોન્સ્ટેબલ પ્રદિપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પંચવટી મેઈન રોડ, પર્ણકુટીર પોલીસ ચોકીની બાજુમાં ટાગોર ગ્રાઉન્ડમાં પાસે બે શખસોને મોબાઈલ ફોનમાં શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા ઝડપી લઇ પુછતાછ કરતા પોતાનું નામ જય દિલીપ સુદાણી (ઉ.વ.૨૬, ધંધો.વેપાર, રહે. નાલંદા પાર્ક શેરી નં.૪, માતૃ મંદીર સ્કુલ સામેની શેરી, કાલાવડ રોડ) અને હિરેન નિલેશ ભંડેરી (ઉ.વ.૨૬, રહે. આસોપાલવ લક્ઝુરીયા એપાર્ટમેન્ટ ફ્લેટ નં.એ-૫૦૧, અંબીકા ટાઉનશીપ, જીવરાજ પાર્ક) હોવાનું જણાવેલ હતું. પોલીસે બંનેના મોબાઈલ ચેક કરતાં તેમાં WORLD777 નામની ક્રિકેટ આઈ.ડી. જોવામાં આવેલ જેમાં આઈપીએલ સિરીઝની મુંબઈ અને કોલકાતા વચ્ચેની મેચમાં જુગાર રમતા હોવાનું ખુલતાં બંને શખ્સોની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી. બીજા દરોડામાં પીસીબી પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરરીમા ટીમે હનુમાન મઢી ચોક નજીક આવેલ પેટ્રીયા સ્યુટસ હોટલની સામે રોડ ઉપર એક શખસ પોતાના મોબાઈલમાં ઓનલાઈન આઈડી વડે જુગાર રમમી રહ્યો છે તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમે દરોડો પાડી તે શખ્સને અટકમાં લઈ નામ પૂછતા પોતાનું નામ મોહિત અનિલ વરુ (38, ધંધો રેસ્ટોરન્ટ, રહે.અમીન માર્ગ પંચવટી સોસાયટી 'આર.ડી.મેન્શન' જલારામ હોસ્પિટલ સામે) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસે રહેલ મોબાઈલ ચેક કરતા તેમાં એમઆરએમ 777 નામની આઇડીમાં હાલમાં જ ચાલી રહેલ આઈપીએલ સીજનની કોલકત્તા અને મુંબઈ વચ્ચેની ક્રિકેટ મેચમાં ક્રિકેટ સટ્ટો રમતો હોવાનું માલુમ પડયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application