હરીપર (કે) ગામ નજીક આવેલ સિરામિક ફેકટરી પાસે શ્રમિક યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરનાર ત્રણ ઇસમોને ઝડપી લઈને પોલીસે ગુનામાં વપરાયેલ બાઈક અને ચાર મોબાઈલ સહિતનો મુદામાલ કબજે લીધો છે
ફરિયાદી કરણસિંહ નાયકે તાલુકા મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેના ભાઈ ઓમપ્રકાશ બનજારાના કોન્ટ્રાકટ હેઠળ મજુરી કરતા ધર્મેન્દ્રસિંગ લમણસિંગ (ઉ.વ.૩૨)રહે યુપી વાળાને હરીપર (કે) પાસ આવેલ આઇકોલેક્ષ કારખાના બહાર રોડ પર અજાણ્યા ઇસમોએ છરીના ત્રણેક ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે હત્યાની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી જે તપાસમાં તાલુકા પોલીસ ઉપરાંત એલસીબી ટીમ જોડાઈ હતી સીસીટીવી ફટેજ અને હત્પમન સોર્સીસનો ઉપયોગ કરી તપાસ ચલાવતા ગુનામાં સંડોવાયેલ ત્રણ ઈસમો બાઈક લઈને હરીપર કેરાલા ગામની સીમમાં ખોખરા હનુમાન મંદિર જવાના રસ્તે હોવાની બાતમીને આધારે ટીમે સ્થળ પર તપાસ ચલાવી હતી અને ત્રણ ઈસમો મળી આવ્યા હતા
જેની અગં ઝડતી કરતા મૃતકનો મોબાઈલ મળી આવ્યો હતો જેથી સઘન પૂછપરછ કરતા હત્યાની કબુલાત આપી હતી જેને પગલે એલસીબી ટીમે આરોપી ઈસ્માઈલ સલેમાન આમદ સખાયા, અવેશ સુભાન મોવર અને સાહિલ અબ્દુલ મોવર રહે ત્રણેય માળિયા (મી) વાળાને ઝડપી લઈને ચાર મોબાઈલ કીમત ૨૦ હજાર અને બાઈક કીમત ૧૫ હજારનો મુદામાલ કબજે લીધો છે હત્યાના ગુનામાં ઝડપાયેલ આરોપીઓ બાઈક અને કારમાં નીકળી મોરબીના અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં એકલ દોકલ મજુરને રોકી છરી બતાવી ધમકી આપી મોબાઈલ ફોન અને રોકડ રકમ પડાવી લેવાનું કામ કરતા હતા અને પ્રતિકાર કરનાર પર જીવલેણ હત્પમલો કરી હત્યા જેવા ગંભીર ગુનાને અંજામ આપતા હોવાનું ખુલ્યું છે પોલીસે હત્યાના ત્રણેય આરોપીને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનના સુરક્ષા સલાહકારે ડોભાલને ફોન કર્યો હોવાનો તુર્કી મીડિયાનો દાવો
May 08, 2025 10:45 AMદેશમાં પુખ્ત થતા પહેલા જ 30 ટકા છોકરીઓ, ૧૩ ટકા છોકરાઓ બને છે જાતીય શોષણનો શિકાર
May 08, 2025 10:43 AMબિલ્ડીંગ પરથી પટકાઈ પડતા પરપ્રાંતિય બાળાનું કરુણ મોત
May 08, 2025 10:41 AMજામનગર ખાતે નિઃશુલ્ક સેવાયજ્ઞનું આયોજન
May 08, 2025 10:38 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech