રાજકોટની ભાગોળે આવેલા શાપર વેરાવળ પડવલા અને પારડી ગામમાં આજે બપોરે ૧૨–૫૦ થી ૧:૩૯ વાગ્યા દરમ્યાન ઉપરાછાપરી ભૂકંપના ત્રણ આચકા આવતા લોકોમાં ભયની લાગણી ફેલાવવા પામી છે. ભૂકંપની તીવ્રતા પ્રમાણમાં ઓછી હતી પરંતુ આમ છતાં લોકો ભયના માર્યા પોતાના ઘર– ફેકટરીમાંથી બહાર નીકળી ગયા હતા.
રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં ઊભા કરવામાં આવેલા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના કંટ્રોલ મના નાયબ મામલતદાર મોરી નો આ બાબતે સંપર્કતા તેમણે જણાવ્યું હતું કે ભૂકંપના ત્રણ આચકા આવ્યા છે. પ્રથમ આચકો ૧૨–૫૦ વાગ્યે ૨.૧ મેિટુટ આવ્યો હતો. ત્યારે લોકોએ તેને સામાન્ય ગણ્યો હતો અને ખાસ ગંભીરતા લીધી ન હતી. પરંતુ ત્યાર પછીની માત્ર ૨૦ મિનિટમાં બીજો આંચકો ૧–૧૭ વાગ્યે ૨.૩ ની તીવ્રતાનો આવ્યો હતો અને લોકોમાં ગભરાટની લાગણી ફેલાવા પામી હતી. શું થયું છે, શું થઈ રહ્યું છે ?તેવા સવાલો લોકો એકબીજાને પૂછી રહ્યા હતા ત્યાં ૧–૩૯ મિનિટે ફરી ત્રીજો આચકો આવ્યો હતો અને તે ૧.૮ ની તીવ્રતાનો હતો.
આ બાબતે રાજકોટ જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલમનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે ભૂકંપનું એપી સેન્ટર રાજકોટ થી સાઉથ ઈસટ દિશામાં ૧૭ કીલોમીટર દૂર જોવા મળ્યું છે. જિલ્લા કલેકટર કચેરીના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ ભૂકંપના કારણે જાનહાનિના કે તે પ્રકારના કોઈ સમાચાર સદનસીબે હજુ સુધી મળ્યા નથી. પરંતુ સમગ્ર તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે.
સરકારી ચોપડે તો માત્ર સાપર અને લોધિકા તાલુકાના પારડી ગામે ભૂકંપના આચકા આવ્યા હોવાનું નોંધાયું છે પરંતુ આ વિસ્તારના લોકોના જણાવ્યા મુજબ પડવલા થી સાપરમાં આવેલા શીતલા માતાના મંદિર સુધી ની આખી પટ્ટીમાં લોકોએ ધ્રુજારી અનુભવી છે.રાજકોટની ભાગોળે સાપર વેરાવળમાં અને પારડી તથા પડવલામાં આવેલા ભૂકંપના આ આચકા બાબતે ગાંધીનગર ખાતે સીસમોલોજી સેન્ટરને પણ જાણ કરવામાં આવી છે.
લોકોએ ૯ આંચકા અનુભવ્યા
શાપર, વેરાવળ, પડવલા અને પારડી આસપાસના વિસ્તારમાં આજે બપોરે ૧૨–૫૦ વાગ્યાથી ૧–૩૯ વાગ્યા દરમિયાન ભુકંપના ત્રણ આંચકા આવ્યા હોવાનું જિલ્લા કલેકટર કચેરીમાં ઉભા કરાયેલા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના કન્ટ્રોલરૂમ દ્રારા જાણવા મળે છે. જોકે, શાપર વેરાવળ, પડવલા અને પારડી આસપાસના ગામના વિસ્તારના લોકોના જણાવ્યા મુજબ કુલ ૯ વખત આંચકા આવ્યા છે. લોકોના જણાવ્યા મુજબ પ્રથમ આંચકો ૧૨–૫૦ વાગ્યે, બીજો ૧૨–૫૪ વાગ્યે ત્રીજો ૧–૦૭ વાગ્યે, ચોથો ૧–૧૩ વાગ્યે, પાંચમો ૧–૧૭ વાગ્યે, છઠ્ઠો આંચકો ૧–૧૮ વાગ્યે, સાતમો ૧–૩૯ વાગ્યે આવ્યો હતો અને ત્યારબાદ સતત ઉપરાછાપરી બે આંચકા આવ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech