આણંદ જિલ્લાના ખંભાત રૂરલ પોલીસ મથકમાં નોંધાયેલા ચોરીના ગુનામાં છેલ્લા એકાદ વર્ષથી નાસતા-ફરતા ત્રણ શખ્સોને એલસીબીએ ઝડપી લીધા હતા.
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમીરાહે હકીકત મળેલ કે, આણંદ જિલ્લાના ખંભાત રૂરલ પોલીસ મથકમાં ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીઓ કુંભારવાડા, સિંન્હા કોલોની, જોગણી માતાના મંદિર પાસે હાજર છે. જે હકીકત આધારે ગોપાલ ભમાભાઈ ઉર્ફે મંગલ સોલંકી (ઉ.વ.૨૦ રહે.કુંભારવાડા, સિંન્હા કોલોની, મફતનગર, શકિત પાન ગલ્લા પાસે, ભાવનગર),
કમલેશ છગનભાઈ સોલંકી (ઉ.વ.૨૪ રહે.કુંભારવાડા, સિંન્હા કોલોની, મફતનગર, શકિત પાન ગલ્લા પાસે, ભાવનગર) અને પરબત અમરશીભાઈ સોલંકી (ઉ.વ.૨૦ રહે.રામનગર પ્લોટ વિસ્તાર, ગુંદાળા ગામ તા.શિહોર જી. ભાવનગર)ને ઝડપી લીધા હતા.
ઝડપાયેલા આરોપીઓ સામે આણંદ જીલ્લાના ખંભાત રૂરલ પોલીસના ગુ.ર.નં.૧૧૨૧૫૦ ૧૩૨૩૦૩૬૭/૨૦૨૩ ઈ.પી.કો કલમ ૩૭૯, ૧૧૪ મુજબનો ગુનો નોંધાયો હતો. આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાબા માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઈન્સ. વી.વી.ધ્રાંગુ, તથા સ્ટાફના મહેંદ્રભાઈ ચૌહાણ, ઘનશ્યામભાઈ ગોહીલ, વિઠ્ઠલભાઈ બારૈયા, અનિરુધ્ધસિંહ ડાયમા, સંજયભાઈ ચુડાસમા, અનિલભાઈ સોલંકી, રવિરાજસિંહ ગોહીલ અને પ્રજ્ઞેશભાઈ પંડયા સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં વિશ્વાબેનની દીક્ષા નિમિત્તે વરઘોડો યોજાયો
December 21, 2024 01:02 PMજામનગરમાં આમ આદમી પાર્ટી દ્રારા કેન્દ્રીય ગ્રુહપ્રધાન અમિત શાહનો વિરોધ
December 21, 2024 12:59 PMજામનગર ક્રિકેટ બંગલો ખાતે જામનગર અને દુબઈ વચ્ચે અંડર 19 ક્રિકેટ મેચ
December 21, 2024 12:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech