શહેરમાં અકસ્માતની હારમાળા સર્જાઈ હોઈ તેવા દ્રશ્યો ગત રાત્રિથી આજ બપોરે સુધીના ત્રણ બનાવ જોતા લાગી રહ્યા છે. ગઈકાલે રાત્રે ગોવર્ધન ચોક પાસે ઓવરટેક કરવા જતા બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક કાર ડિવાઈડરની રેલિંગ ટપીને સામેના રોડ પર જઈ પલ્ટી મારી ગઈ હતી જયારે અવધના ઢાળ પાસે કારને થાર જીપએ ઠોકર મારતા ચાલકને ઇજા થઇ હતી અને કકારમાં નુકશન થયું હતું. ત્રીજા બનાવમાં આજે સવારે કેવડાવાડી રોડ પર કારએ ત્રણ વાહનને અડફેટે લીધા હતા.
કેવડાવાડીમાં કાર જમ બનીને આવી ત્રણ વાહનને ઉલાળ્યા: બે ને ઇજા
કેવડાવાડી જેવા ટ્રાફિકથી ભરચક એરિયામાં બંબાટ ઝડપે આવેલી કારએ સામેથી આવતી બે મોટર સાઇકલ સહીત ત્રણ વાહનને અડફેટે લેતા અફડાતફડી મચી ગઈ હતી. અકસ્માતમાં બાઈક સવાર સહીત બે વ્યકિતને ઇજા થતા સારવાર માટે ખસેડાયા હતા. બનાવના પગલે લોકો એકઠા થતા ચાલક કાર મૂકી નાસી ગયો હતો. ભકિતનગર પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઓવરટેક કરવા જતા બે કાર વચ્ચે અકસ્માત એક કાર પાંચ ફૂટ રેલિંગ ટપીને પલટી મારી
શહેરના ગોવર્ધન ચોકમાં રાત્રીના ઓવરટેક કરવા જતા બે કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બંને કારની સ્પીડ એટલી હતી કે એક કાર પાંચ ફટની રેલિંગ ઠેકીને પલ્ટી મારી જતા આ જોઈ પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ ચોંકી ગયા હતા. બનાવની જાણ માલવીયા નગર પોલીસને કરવામાં આવતા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી ઈજાગ્રસ્ત બંને કાર ચાલકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. વધુ તપાસ માલવીયાનગર પોલીસે હાથ ધરી છે.
પાર્ક કરેલી કારને થાર જીપએ ઠોકર મારતા ચાલકને ઇજા, કારમાં ૩૮ હજારનું નુકસાન
શહેરના અવધ રોડ ઉપર ડેકોર સ્કાય હિલ્સ એપાર્ટમેન્ટમાં રહેતા નદીશભાઈ ઘનશ્યામભાઈ પટેલ (ઉ.વ.૪૩)નામના પટેલ વેપારી ગઈકાલે સાંજના સમયે પોતાની હોન્ડા એલિવેટ કાર અવધના ઢાળ સામે ન્યારી ડેમ રોડ પાસે પાર્ક કરીને ઉભહતા ત્યારે જીજે ૦૬ પીઈ ૮૯૧૧ નંબરની થાર જીપના ચાલકે પુરપાટ ઝડપે હંકારી ડ્રાઈવર સાઈડ કારને ઠોકરે લઇ વેપારી યુવકને અડફેટે લેતા પગના ભાગે ઇજા થઇ હતી અને કારમાં .૩૮૦૦૦નું નુકશાન થતા થાર જીપના કાર ચાલક સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech