પાડાના વાંકે પખાલી ને ડામ: અમરેલી લેટરબોંબની આગમાં એલસીબીના ત્રણ કોન્સ્ટેબલ દાઝયા: સસ્પેન્ડ

  • January 13, 2025 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પાડાના વાંકે પખાલીને ડામ કહેવત અમરેલી લેટરબોંબમાં સાબિત થઇ છે, ભાજપ–ભાજપકોંગ્રેસ વચ્ચેના યુધ્ધમાં રાજકીય ઈશારે કામ કરતી પોલીસ જ અંતે ભીંસમાં આવતા ત્રણ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાની ફરજ પડી છે. પરંતુ જેના કહેવાથી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓએ પાયલ ગોટી સામે કાર્યવાહી કરી હતી. એ જવાબદાર અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા હંમેશની જેમ ઉચ્ચકક્ષાએથી પોલીસ રેઈડ કરે અને નાના કમર્ચારીઓનો ભોગ લેવાય એવું અમરેલી લેટરબોબમાં જોવા મળ્યું છે.
રાયભરમાં જો બે રાજકીય મુદ્દા ચર્ચામાં હોય તો ભાજપની સંગઠન નિમણુંકમાં ભરેલો આ સંતોષ અને બીજો અમરેલી લેટરબોંબ કાંડ, ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરીયા સામે ચકચાર જગાવતા આક્ષેપ સામે પોલીસે લેટર બનાવવાથી લઇ ટાઈપ કરવા સુધીમાં સંડોવાયેલા પાટીદાર યુવતિ પાયલ ગોટી સહીતની ધરપકડ કરી હતી અને આ ધરપકડ બાદ પોલીસે રાજકીય ઈશારે રિ–કન્ટ્રકશનના નામે સરઘસ કાઢતા સમગ્ર મામલે અહીંથી વિવાદ છેડાયો હતો. અને વિવાદ રાજકીય–સામાજિક બન્યો હતો. વધુમાં પાયલ ગોટીએ પોલીસએ પગમાં પટ્ટા–દંડા માર્યાનો આક્ષેપ કરતા મુદ્દો વધુ સેન્સટીવ બનતા પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી અને જેની ઠુંમરએ યુવતિ માટે ન્યાય માટેનો મુદ્દો બનાવી પાયલને પટ્ટા–દંડા મારનાર જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માગ કરી હતી અને ધારાસભ્ય ચર્ચા કરવા પડકાર ફેંકયો હતો. જેમાં વેકરીયા ફરકયા પણ ન હતા. ધાનાણીએ ૪૮ કલાકના અનસન ધરણા અને અમરેલી બંધનું એલાન આપ્યું હતું. પરંતુ સરકાર તરફે કોઈ એકશન જોવા મળ્યા ન હતા. પરંતુ અચાનક જ સમગ્ર હાય વોલ્ટેજ રાજકીય ડ્રામાનો અંતે પાડાના વાંકે પખાલીને આપવામાં આવ્યો હોય તેમ ક્રાઇમ બ્રાન્ચના ત્રણ કોન્સ્ટેબલ કિશન આસોદરીયા, વરજાંગભાઈ મૂળિયાસીયા, મહિલા પો.કોન્સ. હીનાબેન મેવાડાને જિલ્લા પોલીસ વડા સંજય ખેરાતએ સસ્પેન્ડ કરતો હત્પકમ કરવામાં આવતા જિલ્લાના પોલીસ બેડામાં પોલીસ વિભાગના જ અધિકારીઓ સામે નારાજગી જોવા મળી છે. એવી પણ ચર્ચા થઇ રહી છે કે, જવાબદાર અધિકારીએ પોતાનું સાચવી વધુ એક વખત રાજકીય ભલામણથી જ ત્રણેય પોલીસ કર્મચારીઓની બલી ચડાવી છે. ધાનાણી માટે પાયલને આ ન્યાય સંતોષ કારક રહેશે કે, પછી ગામે ગામ થનાર નારી આંદોલન આગળ વધશે એ જોવું રહ્યું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application