જામનગર આઈ.ટી.આઈ.ના તાલીમાર્થી અને ૨૭-ગુજરાત બટાલિયન એન.સી.સી. જામનગરના ત્રણ કેડેટસની આગામી તા.૨૬ જાન્યુઆરીના રોજ દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં યોજાનાર પરેડ માટે પસંદગી કરાઈ છે.
આ માટે જાડેજા જયેન્દ્રસિંહ ઉમેદસંગ, સોનગરા મનીષ હીરાભાઈ અને જાડેજા મનદીપસિંહ ભગીરથસિંહ આગામી ૨૬મી જાન્યુઆરી ૨૦૨૪, પ્રજાસત્તાકદિન પરેડમાં દિલ્હી ખાતે ઉપસ્થિત રહી જામનગર એનસીસીનું પ્રતિનિધિત્વ કરશે.આ પરેડમાં ભાગ લેવા જનાર કેડેટ્સને રાષ્ટ્રપતિ તથા વડાપ્રધાન દ્વારા આયોજીત ભોજન સમારંભ માટે પણ નિમંત્રણ અપાયું છે.
ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત તમામ કેડેટસને એન.સી.સી. પી.આઈ. સ્ટાફ, સીનીયર કેડેટ તથા લેફ્ટનન્ટ રમેશ જોષી એ સઘન તાલીમ આપી હતી.જેના કારણે તેઓની આ પસંદગી થતા સમગ્ર જામનગર જિલ્લાના ગૌરવમાં વધારો થયો છે. આ તકે સંસ્થાના પ્રિન્સીપાલ જે.આર.શાહ, પ્રિન્સીપાલ આર.એસ.ત્રિવેદી તેમજ ૨૭-ગુજરાત બટાલિયન એનસીસીના કર્નલ મનીષ દેવરેએ કેડેટ્સને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓપરેશન સિંદૂર પછી ભારતીય સેનાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું?
May 07, 2025 03:13 AMઓપરેશન સિંદૂર: ભારતે પાકિસ્તાનમાં 9 સ્થળોએ કરી મિસાઈલ સ્ટ્રાઈક...જૂઓ વીડિયો
May 07, 2025 03:08 AMભારતીય સેનાએ લીધો પહલગામનો બદલો, 9 આતંકી ઠેકાણાં પર સ્ટ્રાઈક, નામ- ઓપરેશન સિંદૂર
May 07, 2025 02:49 AMકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech