રાજકોટમાં જરૂર, જમીનને જોરૂ કજીયાના છોરૂની કહેવત માફક જમીનના ડખ્ખાઓ ચાલ્યા જ કરે છે. વધુ એક આવા જમીનના વિવાદમાં કુવાડવા રોડ પરની કરોડોની કિંમતની જમીન ખરીદનાર અને હાલ કોર્ટ કેસમાં વિવાદીત આ જમીનના ચોકીદારને ત્રિપુટીએ બંધક બનાવી મોબાઈલ ફોન આંચકી લઈ પગ ભાંગી નાખવાની ધમકી આપ્યાનો બનાવ બી–ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવા પામ્યો છે.
ફરિયાદની વિગત મુજબ ઢેબર રોડ પર શ્રમજીવી સોસાયટી–૧માં રહેતા અને પેલેસ રોડ પર નીતમન ગોલ્ડ એકસપોર્ટ એલએલપી નામે સોના–ચાંદીનો વેપાર કરતા મનસુખભાઈ શિવાભાઈ તલસાણીયા અને અન્ય ભાગીદારો સંજય ઘાટલીયા, રસિક ભલગામા, દિનેશ ચૌહાણ, પ્રફત્પલ નડીયાપરા, હંસાબેન કૌશીયા, ગોવિંદ લાઠીયાએ મળી ભાગીદારીમાં કુવાડવા રોડ પર નવાગામ પાસે મેંગો માર્કેટ નજીક કરોડોની કિંમતની ખોડલ એવ નામની જગ્યા પોણા બે વર્ષ પહેલા દિલીપ મકવાણા પાસેથી ખરીદ કરી ત્રણ કરોડ રૂપિયા આપી સાટાખત કયુ હતું.
જમીન બિનખેતી કરી પ્લોટીંગ વેચાણ કરવા માટે ખરીદનાર ગ્રુપ દ્રારા કાર્યવાહી થઈ હતી. ત્યાં સાઈટ ઓફિસ બનાવાઈ અને સીસીટીવી કેમેરા નખાવવામાં આવ્યા હતા. બીનખેતી અને લે આઉટ પ્લાન મંજુર થયે પ્લોટો જમીન માલીકે કહે તેના નામે કરી આપવાની શરત નકકી થઈ હતી. એ દરમિયાન જમીન માલીકે પોેેતે જ બીનખેતી પ્રક્રિયા ચાલુ કરી દીધી હતી. જેથી ખરીદનારા મનસુખભાઈ સહિતનાએ જમીન માલીકને આ બાબતે વાત કરતા તેણે હવે જમીન વેચવી નથી તેમ કહ્યંું હતું. જેથી સમજુતી કરારનું પાલન કરવું પડે તેવી ખરીદનારાઓ દ્રારા વાત મુકાઈ હતી. જમીન માલીક નહીં માનતા કોર્ટમાં દાવો દાખલ કરાયો હતો. જમીન બાબતે કોઈને ગીરો, વેચાણ, બક્ષીસ, ટ્રાન્સફર ન કરવા જમીન કોર્ટે વચગાળાના હત્પકમ કર્યેા હતો.
જમીન ખરીદનાર ગ્રુપે ચોકીદાર બેસાડી રાખ્યો હતો. દશ દિવસ પુર્વે તા.૨૫૭ના રોજ જમીન સાઈટ પર રહેલા ચોકીદાર માનસીંગ મકવાણા પાસે રાત્રીના મયુર રૂપારેલીયા અને તેની સાથે બે અજાણ્યા શખસો ધસી આવ્યા હતા. ચોકીદારનો મોબાઈલ ફોન આંચકી લઈને ઓરડીમાં લઈ જઈ પુરી દીધો હતો. સાઈટ પરના લોખંડના પાઈપ રહેલા બે સીસીટીવી કેમેરા પણ કાઢી ગયા હતા. એ વખતે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી પોલીસની મદદ મેળવાઈ હતી. પોલીસે નિવેદન નોંધ્યા હતા. ત્યારબાદ હવે મનસુખભાઈએ મયુર અને તેની સાથેના બે અજાણ્યા શખસો સામે ગુનો નોંધાવ્યો હતો.
અગાઉ તા.૨૬ના રોજ ભાગીદાર મનસુખભાઈ ભલગામા સાઈટ ઓફીેસે બેઠા હતા ત્યારે પણ સવારે ૧૦ વાગ્યે મયુર રૂપારેલીયા અને તેની સાથે બે અજાણ્યા શખસો આવ્યા હતા અને આ જમીન અમે વેચાતી લઈ લીધી છે જેથી જગ્યા ખાલી કરીને જતા રહો. જો જગ્યા ખાલી નહીં કરો તો ટાંટીયા ભાંગી નાખશું તેમ કહી ધમકી આપી હતી. જે તે સમયે આ ઘટના બાબતે સમજુતી થતાં ફરિયાદ કરી ન હતી. જમીન વિવાદમાં પરદા પાછળ જમીન કૌભાંડોમાં આવી ગયેલા શખસો હોવાનો પણ ફરિયાદી દ્રારા આક્ષેપ કરાયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech