બિહારના દરભંગા જિલ્લામાંથી રાજધાની દિલ્હી જઈ રહેલા વિમાનમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. ધમકી મળ્યા બાદ દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. આ પ્લેન સ્પાઈસ જેટ કંપનીનું હતું. સ્પાઈસજેટના પ્રવકતાએ જણાવ્યું કે દરભંગાથી દિલ્હી જઈ રહેલી લાઈટ એસજી –૮૪૯૬માં બોમ્બ હોવાની માહિતી સ્પાઈસજેટના રિઝર્વેશન ઓફિસમાં મળી હતી. બુધવારે સાંજે ૬ વાગ્યે દિલ્હી એરપોર્ટ પર પ્લેનનું સોટ લેન્ડિંગ થયું હતું. મુસાફરોને ઉતાર્યા બાદ પ્લેનને બીજી જગ્યાએ લઈ જવામાં આવ્યું હતું. દરભંગા એરપોર્ટથી દિલ્હી અને મુંબઈ સહિત દેશના ઘણા રાયોમાં લાઈટસ ઉડાન ભરે છે.
દરભંગા એરપોર્ટથી લાઈટ ટેકઓફ થયા બાદ સ્પાઈસ જેટની રિઝર્વેશન ઓફિસ પર કોલ આવ્યો. કોલરે ધમકી આપી અને કહ્યું કે દિલ્હી જઈ રહેલી લાઈટ એસજી–૮૪૯૬માં બોમ્બ છે. આટલું કહીને તેણે ફોન કાપી નાખ્યો. આ માહિતી તરત જ સ્પાઇસજેટના અધિકારીઓને આપવામાં આવી હતી. દિલ્હી એરપોર્ટ પર અધિકારીઓએ આ અંગે માહિતી આપી.
લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળતા જ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની હતી. લાઇટ એરપોર્ટના રનવે પર લેન્ડ થયા બાદ મુસાફરોને ઉતાવળમાં ઉતારવામાં આવ્યા હતા અને લાઈટને ખાડીમાં લઈ જવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓ લાઇટની સઘન તપાસ કરી રહી છે. સ્પાઈસ જેટના પ્રવકતાએ કહ્યું કે તમામ મુસાફરો સુરક્ષિત છે. પ્લેનને દિલ્હી એરપોર્ટથી દૂર ખાડીમાં પણ લઈ જવામાં આવ્યું છે. હવે તપાસ બાદ જ ખબર પડશે કે લાઈટમાં ખરેખર બોમ્બ હતો કે કોઈએ મજાક કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech