રાજકોટ માર્કેટ યાર્ડના કમિશન એજન્ટસને ઇન્કમટેકસ દ્રારા સામુહિક નોટીસ ફટકારતા દેકારો બોલી ગયો હતો, ઇન્કમટેકસની નોટીસ મળતા કમિશન એજન્ટસ રોષભેર રાજકોટ સ્થિત ઇન્કમટેકસ કચેરીએ દોડી ગયા હતા અને આવક બાબતે આઇટી વિભાગ દ્રારા ખોટુ અર્થઘટન કરવામાં આવ્યું છે તેવું આવેદનપત્ર તા.૧૩ જાન્યુઆરીને સોમવારે ચીફ કમિશનરને પાઠવવામાં આવ્યું હતું, દરમિયાન હવે આ મામલે ન્યાય ન મળે તો યાર્ડ બંધના એલાનની ચિમકી આપવામાં આવી છે.
રાજકોટ માર્કેટ યાર્ડ કમિશન એજન્ટસ એસોસિએશનના પ્રમુખ અતુલભાઇ કમાણીએ આ મામલે જણાવ્યું હતું કે રાજકોટ ઇન્કમટેક્ષ વિભાગ દ્રારા જે નોટીસ ફટકારવામાં આવી છે તે અન્યાયકર્તા છે. જેટલી રકમની નોટિસ છે તેટલી તો કમિશન એજન્ટસને આવક પણ નથી. આ નોટીસ રદ કરવા આવેદનપત્ર પાઠવી માંગ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં નોટીસ રદ કરવામાં નહીં આવે તો રાજકોટ માર્કેટ યાર્ડ બંધનું એલાન આપશું.
વિશેષમાં આ અંગે રાજકોટના બેડી સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલ માર્કેટ યાર્ડ કમિશન અજન્ટસ એસોસિએશન દ્રારા ચેરમેન જયેશભાઇ બોઘરાની આગેવાનીમાં દિલીપભાઇ પનારા, સંદીપભાઇ લાખાણી, રજનીશ રવેશિયાએ આવેદનપત્ર પાઠવી કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે રાજકોટ યાર્ડમાં વિવિધ જણસીના સોદાઓ કમિશન એજન્ટસ દ્રારા થતા હોય છે. જેમાં એજન્ટોને બે ટકા કમિશન નકકી કરવામાં આવ્યું છે અને તે પણ માર્કેટ યાર્ડ જ નકકી કરે છે. આ કમિશનને આયકર વિભાગે આવક ગણી લઇ નોટીસ ફટકારી છે અને સાત દિવસમાં જવાબ રજુ કરવા સુચના આપવામાં આપી છે જે અન્યાયકર્તા છે.
વધુમાં રાજકોટ માર્કેટ યાર્ડના કમિશન એજન્ટસએ જણાવ્યું હતું કે કલમ–૧૪૯ હેઠળ વેંચાણને કુલ આવક ગણી નોટીસ ફટકારવામાં આવી છે. કમિશનમાં ખેડુતને ચુકવેલ નાણાને પણ ગણી લેવાતા આવક ૪૯૦૦ ટકા વધુ આકારી લીધી હોય તે અંતર્ગત નોટીસ ફટકારવામાં આવી છે. ખરેખર કમિશન એજન્ટને આવક નથી હોતી પરંતુ બે ટકા કમિશન જ હોય છે તેમાં ઇન્કમટેક્ષ વિભાગ દ્રારા ખોટુ અર્થઘટન કરતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આયકર વિભાગ દ્રારા કમિશન એજન્ટસને ા.૯૦ લાખથી .૪ કરોડ સુધીની નોટીસ ફટકારવામાં આવી છે. થોડો સમય આપવામાં આવે અથવા આ બાબતે શું કરવું તે અંગે ૪૮ કલાકમાં જવાબ આપવામાં આવે તેવી માંગણી કરાઇ છે, ખરેખર આવી આવક હોતી જ નથી. વેપારીઓની હેરાનગતિ કરવામાં આવી રહી છે. આખા વર્ષનું કુલ કમિશન માંડ .૧૦ લાખ જેટલું થતું નથી અને ૯૦ લાખની નોટીસ કેટલી વ્યાજબી છે ? તેવો સવાલ ઉઠાવી આ નોટીસ રદ કરવા માટે ચીફ કમિશનરને આવેદન પાઠવી રજુઆત કરાઇ છે
ન્યાય ન મળે તો સરકાર સુધી જશું: બોઘરા
આવકવેરા વિભાગ દ્રારા કમિશન એજન્ટસને ા.૯૦ લાખથી ા.૪ કરોડની સુધીની નોટીસ ફટકારવામાં આવી છે તે રદ કરવા માટે રાજકોટ આવકવેરા વિભાગની કચેરી ખાતે રજુઆત કરી છે અને અહીંથી અમને યોગ્ય ન્યાય નહીં મળે તો અમે રાજય સરકાર, કેન્દ્ર સરકાર અને નવી દિલ્હી સ્થિત આવકવેરા કચેરી ખાતે રજુઆત કરીશું અને ન્યાય માટે માંગ કરીશું તેમ રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરાએ જણાવ્યું હતુ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech