ભારત પર ઘેરાયેલા છે એકસાથે બે મોટા વાવાઝોડાના સંકટના વાદળો, યુરોપિયન સેટેલાઈટની તસવીરોથી વધી ચિંતા

  • June 10, 2023 06:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



અરબી સમુદ્રમાં સર્જાયેલુ બિપોરજોય વાવાઝોડું પોરબંદરના દરિયાકાંઠાથી માત્ર 590 કિમી જ દૂર છે અને હાલ વાવાઝોડું  ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. એવામાં બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત સિસ્ટમ એક્ટીવ થયેલી જોવા મળી રહી છે.



આજે યુરોપના Meteosat9 ઉપગ્રહ પરથી એક દૃશ્ય જાહેર કરવામાં આવ્યું હતું જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ભારતની નજીકમાં બે ઉષ્ણકટિબંધીય ચક્રવાતો ફરી રહ્યા છે. જેમાં અરબી સમુદ્ર પર બિપોરજોય અને બંગાળની ખાડી પર થ્રી નામનું વાવાઝોડું સક્રિય થયેલું જોવા મળી રહ્યું છે.


ઉષ્ણકટિબંધીય ચક્રવાત થ્રી બંગાળની ખાડીના ઉત્તરપૂર્વીય ભાગમાં ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ ટ્રેક થતું જોવા મળી રહ્યું છે. વાવાઝોડાનું પરિભ્રમણનું કેન્દ્ર બાંગ્લાદેશના ચિટાગોંગથી આશરે 222 કિમી દક્ષિણમાં જોવા મળી રહ્યું છે. એવી આગાહી કરવામાં છે કે લેન્ડફોલ પછી, સિસ્ટમ ઝડપથી નબળી પડી જશે, દક્ષિણપૂર્વ ચટ્ટોગ્રામ ડિવિઝન, બાંગ્લાદેશમાં આ વાવાઝોડું વિખેરાઈ જશે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application