આજે સોમવારે ભાદરવી અમાસ નિમિત્તે નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં યોજાયેલા મેળામાં હજારો ભાવિકો સમુદ્ર સ્નાન કરી અને નિષ્કલંક મહાદેવના દર્શન કરી નિષ્કલંક બન્યા હતા.સમુદ્ર કિનારે ભાવિકોની વહેલી સવારથી જ ભારે ભીડ જામી હતી. તંત્રએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. કોળીયાક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ગઈકાલે રવિવારે સાંજથી યોજાયેલા મેળામાં લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને રાતભર લોકમેળાની મોજ માણી હતી.ત્યારબાદ વહેલી સવારે સમુદ્ર કિનારે સ્નાન કરવા માટે પહોંચી ગયા હતા. આજે સોમવારે સવારે મંગલ મુહૂર્તમાં વાજતે ગાજતે નિષ્કલંક મહાદેવજીને ધજા ચઢાવવામાં આવી હતી. ત્યારબાદ નિષ્કલંક મહાદેવના ઓટલા પરથી પાણી ઉતર્યા બાદ પરંપરાગત રીતે લોકમેળાને ભાવિકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પવિત્ર સમુદ્ર સ્નાન માટે રજા મળતાની સાથે જ મોડી રાતથી સમુદ્ર તટે આતુરતાથી રાહ જોતા ભાવિકો હ૨ હ૨ મહાદેવના જયઘોષ સાથે સમુદ્ર ભણી દોટ મુકી મધદરિયે બિરાજમાન નિષ્કલંક મહાદેવના દર્શન, પૂજન કરી નિષ્કલંક બન્યા હતા. ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત,ફાયર સેવા,આરોગ્ય સેવા,વિજ સેવા,એસ. ટી.સેવા, પેટ્રોલિંગ વગેરેનું સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ. આજના પાવન દિવસે પીપળાના પૂજન માટે પણ શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતા. સાંજે શહેરના વડવા ચાવડી ગેટ ખાતે ખોડિયાર યુવક મંડળ દ્વારા ભાતીગળ લોકમેળો યોજાશે.તદઉપરાંત શહેરના આખલોલ, સિહોરના બ્રહ્મકુંડ, નાના અને મોટા ગોપનાથ, સિધ્ધનાથ ત્રિવેણી સહિતના અનેક સ્થળોએ પણ ભાતીગળ લોકમેળાની રંગત જામશે. આ સ્થળોએ પરંપરાગત રીતે યોજાનાર મેળામાં ઉત્સવપ્રેમી ભાવિકો મેળાની મોજ માણશે.
પિતૃઓના તર્પણ અને શ્રાધ્ધ માટેની સર્વોત્તમ તિથિ અમાસ હોય પિતૃકાર્યો સંપન્ન કરવા માટે હરિ (વિષ્ણુ)ભગવાનનું શાસ્ત્રોકત રીતે વિધિવિધાનપુર્વક પુજન અર્ચન કરાયુ હતુ.આજે સોમવારે સોમવતી અમાસ હોવાથી ભાવિકોનો ઉત્સાહ બેવડાયો હતો.હરિ -હર અને પિતૃઓની ઉપાસનાનો સર્વશ્રેષ્ઠ દિવસ મનાતો ભાદરવી અમાસે તમામ શિવાલયોમાં મહાદેવને ફૂલના વિશિષ્ઠ શણગાર કરાયો હતો. શિવાલયોમાં ભાવિકો ઉમટી પડ્યા હતા.જપ, તપ અને દાન, પુજા માટે પણ આજે સર્વોત્તમ દિવસ હોય ચોતરફ પુણ્યકાર્યો અને દાનની સરવાણી વહેતી થઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોવામાં પ્રવાસીઓની બોટ પલટી, એકનું મોત, 20 ઘાયલ
December 25, 2024 09:42 PMકાંકરિયા કાર્નિવલ 2024: કલાકારોની રમઝટ સાથે મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ
December 25, 2024 09:40 PMNew Year Party માટે અહીંથી પસંદ કરો પરફેક્ટ હેરસ્ટાઈલ, સુંદરતામાં નહીં રહે કોઈ કમી
December 25, 2024 06:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech