સ્પેશ્યિલ સ્ટોરી ભરતભાઈ રાણપરીયા
ઉપલેટમાં છેલ્લા ચાર દાયકાથી સેવા ક્ષેત્રે જાણીતું નામ એટલે શહેરના પૂર્વ નગરપતિ રણુભા જાડેજા. માત્ર રણુભા જ નહીં પરંતું તેમનો સમગ્ર પરિવાર સતત લોકસેવાના કાર્યો કરી લોકો તરફથી ચાહના તથા આશીર્વાદ મેળવી રહ્યો છે. રણુભાના બંને પુત્રો હરપાલસિંહ તથા ચંદ્રપાલસિંહ પણ પિતાએ કંડારેલી કેડી પર ચાલીને સમાજસેવા માટે હંમેશા તત્પર રહે છે. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં જાણે મતદારોએ જાડેજા પરિવારની ૪૦ વર્ષની સેવાનું ઋણ વાળ્યું હોય એમ ચંદ્રપાલસિંહને ટીકીટ ન મળતા અપક્ષમાં ઉમેદવારી નોંધાવી હોય, વોર્ડ નંબર ૩ની જનતાએ તેમને ભવ્ય લીડ સાથે વિજય અપાવ્યો હતો. અત્રે એ ઉલ્લેખનીય છે કે ચંદ્રપાલસિંહ જાડેજા ના સમગ્ર ચૂંટણી પ્રચારની જવાબદારી પણ ખુદ મતદારો એ જ ઉઠાવી લીધી હતી.
ચાર દાયકા નગરસેવક બની નાગરિકોની સેવા કરનાર રણુભા ઉપલેટા ક્ષત્રિય સમાજના પાયાનાં પથ્થર છે. તેઓએ ઘણા વર્ષો સુધી ક્ષત્રિય સમાજના પ્રમુખપદે રહી સમાજના હિતમાં અનેક કાર્યો કર્યા છે. હાલમાં તેમના મોટા પુત્ર હરપાલસિંહ જાડેજા આ ક્ષત્રિય સમાજનું પ્રમુખપદ શોભાવી રહ્યા છે તથા પિતાના પગલે ચાલીને તેઓ પણ સમાજના કલ્યાણાર્થે પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે. રણુભાના નાના પુત્ર ચંદ્રપાલસિંહ જાડેજા શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન તરીકે શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે. જેથી તેઓ આ વખતે અપક્ષ તરીકે ઉભા રહતા લોકોએ ખોબલે ખોબલે મત આપીને એમને વધાવી લીધા છે. શહેરમાં સૌથી વધુ લીડ ધરાવતા ઉમેદવારોમાં તેમનું પ્રથમ હરોળમા નામ આવ્યું છે.
જાડેજા પરિવાર દ્વારા જનતાના લાભાર્થે અનેક કાર્યો કરવામાં આવ્યા છે. વૈશ્વિક મહામારી કોરોના દરમિયાન જ્યારે લોકોને એકબીજાની નજીક જવામાં પણ ડર લાગતો હતો ત્યારે મોરના ઈંડા ચીતરવા ન પડે- એ ઉક્તિ સાર્થક કરતા ચંદ્રપાલસિંહે જનતાની સલામતી અને સેવાની જવાબદારી ઉપાડી લીધી હતી. કોઈને પણ ભૂખ્યા સુવું પડે નહીં એની તકેદારી રાખતા તેમણે લાખો રૂપિયાની રાશન કીટ નું વિતરણ કર્યું હતું. આ ઉપરાંત કોરોનાને ફેલાવતો અટકાવવા સમગ્ર વોર્ડ 3ને સેનેટાઈઝ કરવાની કામગીરી કરી લોકોની વાહવાહી મેળવી હતી. તેઓ સમાજના દરેક વર્ગ માટે વ્યક્તિગત રસ લઈ કામ કરે છે. સિનિયર સીટીઝનો પોતાના ઘર આંગણે આરામથી બેસી શકે એ માટે તેમના દ્વારા પોતાના ખર્ચે બેસવા માટે બાંકડાની વ્યસ્થા સમગ્ર વોર્ડમાં કરવામાં આવી છે.
જાડેજા પરિવારે વોર્ડ નંબર 3મા તેમની સેવાકીય પ્રવ્રુતિઓના કારણે લોકોના હૃદયમાં અનોખું સ્થાન મેળવ્યુ છે. ચોમાસામાં રસ્તાઓ પર ફરી વળતા પાણી, ઉભરાતી ગટરો, કાદવ કીચડ જેવી અનેક સમસ્યાથી લોકોને મુશ્કેલી પડે છે. આ સમસ્યાના નિરાકરણ માટે વોર્ડ નં. ૩ના દરેક વિસ્તારમાં ગ્રીટ નખાવી આપેલ અને રસ્તાઓનુ સમારકામ પણ સ્વખર્ચે કરાવી આપેલ. જેથી લોકોને રસ્તા બાબતે થતી અનેક મુશ્કેલીઓમાં રાહત મળી હતી. તેમના વોર્ડ નંબર ત્રણમાં આવેલ સોનલ નગર અને જડેશ્વર નગરમાં વરસાદ બાદ મચ્છરના ઉપદ્રવ ને રોકવા તેમજ રોગચાળો ના ફેલાય તે માટે ફોગિંગ અને દવાનો છંટકાવ વખતો વખત કરવામાં આવે છે. જેથી મચ્છરના ઉપદ્રવને વધતા અટકાવી મચ્છરજન્ય રોગચાળાને ફેલાતા પહેલા જ ડામી શકાય.
ઉપલેટા નગરપાલીકાના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી ચૂકેલા આશાપુરા એજયુકેશન દ્વારા વાળા રણુભા નવલસંગ જાડેજા ભારત સરકારની આયુષ્યમાન ભારત યોજના જે ગરીબ લાભાર્થીઓના આરોગ્ય માટેનો પ્રોજેકટ છે. આ પ્રોજેકટનો ખરા અર્થમાં લોકોને લાભ મળે તે માટે પોતાના વિસ્તાર વોર્ડ નંબર 3માં આયુષ્યમાન કાર્ડ કાઢી આપવા માટે કેમ્પનું આયોજન કરે છે. પૈસાના અભાવે લોકો આયુષ્યમાન યોજનાના લાભથી વંચિત ન રહી જાય તે માટે પોતાના ખર્ચે જ કાર્ડ કાઢી આપે છે. અનેક લોકો આયુષ્યમાન કાર્ડના કેમ્પનો લાભ લઈ ચુક્યા છે. આ ઉપરાંત રેશનકાર્ડ કેવાયસી કરવામાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એવું ચંદ્રપાલસિંહને ધ્યાને આવતા લોકો પોતાના રહેઠાણથી નજીકમાં જ કેવાયસી કરાવી શકે તે માટે એમણે અનેક કેમ્પ યોજ્યા હતા. તેમજ લોકોને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખી આધાર કાર્ડમાં સુધારા વધારા માટે દરેક વિસ્તારમાં તથા ઘર આંગણે જ લોકોનુ કામ કરી શકાય એ માટે પણ ખાસ વ્યવસ્થા કરી હતી.
શહેરને હરિયાળુ બનાવવાનો સંકલ્પ
લોકસેવા સાથે તેમણે શહેરને હરિયાળુ બનાવવાની પણ નેમ લીધી હોય એમ તેમણે અનેક જગ્યાએ વૃક્ષારોપણ પણ કરેલા છે. વૃક્ષારોપણ સાથે પોતાની જવાબદારી પૂરી થઈ એમ ન માનતા આ વૃક્ષોના જતનનો પણ તેમણે સંકલ્પ કર્યો છે. તેઓ દ્વારા વોર્ડ નંબર 3ની તમામ સોસાયટીઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.
તહેવારો પર ગરીબોના ઘરમાં રોનક
અમીર લોકો દરેક તહેવાર આનંદ - ઉલ્લાસથી જ ઉજવે છે. આવાજ ઉલ્લાસ સાથે ગરીબ અને સ્લમ વિસ્તારમાં રહેતા લોકો દરેક તહેવાર ઉજવી શકે તે માટે જાડેજા પરિવાર દ્વારા તેમને પણ પરિવારનો હિસ્સો બનાવી મીઠાઇ, નવા કપડાં, ફટાકડા સાહિત અનેક ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે. છેલ્લા 20 વર્ષથી જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે જરૂરિયાતમંદ પરિવારોને સ્વખર્ચે મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં આવે છે.
ગરીબ બાળકોના શિક્ષણમાં સહકાર
ચંદ્રપાલસિંહ જાડેજા શિક્ષણ સમિતિના ચેરમેન હોવાના કારણે શિક્ષણનું મહત્વ તેઓ, શિક્ષણ ક્ષેત્રની સમસ્યાઓ અને તેના નિવારણના ઉપાયોથી અવગત છે. ગરીબ બાળકો વિદ્યાથી વંચિત રહી ન જાય તે માટે તેમના દ્વારા દસ વર્ષમાં બે કરોડ કરતા વધુ રૂપિયાના ખર્ચે વિનામૂલ્યે જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં સવા લાખ કરતા વધુ બાળકોને પુસ્તકનું વિતરણ કરી તેમનું શિક્ષારથ આગળ ધપાવવામાં મદદરૂપ બન્યા છે. નોટબૂક વિતરણની તેમની આ સેવા છેલ્લા ૯ વર્ષથી અવિરત ચાલુ જ છે.
કુદરતી આફતમાં લોકોની સલામતીને અગ્રતા
જ્યારે કુદરત રૂઠે ત્યારે જાડેજા પરિવાર હર હંમેશને માટે લોકોને પોતાનો પરિવાર માનીને તેમની અને વહીવટી તંત્રની સાથે ઉભો હોય છે. કુદરતી આફત જેવી કે વાવાઝોડું તેમજ અતિ વરસાદના લીધે નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાતા પાણીનો નિકાલ તેમજ ત્યાંના લોકોને રહેવા જમવાની વ્યવસ્થા જાડેજા પરિવાર દ્વારા કરવામાં આવે છે. આ સાથે તેઓ સલામત છે કે નહીં? વિપતિ વખતે તેમને કોઈ તકલીફ નથી પડી ને? આવી આફતો પછી તેમને કઈ વસ્તુની જરૂર છે? કેવી રીતે ફરીથી લોકોના જીવનને સામાન્ય બનાવી શકાય? આ બધા પ્રશ્નોના ઉતર સ્વરૂપે જાડેજા પરિવાર હમેશા લોકોની પડખે ઉભો રહ્યો છે.
જરૂરિયાતમંદોને સરકારી સહાય અપાવવામાં અગ્રેસર
સરકાર દ્વારા ગરીબો અને મધ્યમવર્ગને સહકાર આપવા માટે અને યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. આ સહાયનો લાભ પોતાના વિસ્તારના દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને મળે એ માટે સરકાર દ્વારા મળતી સહાયના સ્વખર્ચે ફોર્મ ભરાવી નાગરિકોને લાભ અપાવવામાં પણ મદદરૂપ થાય છે. આ સાથે કોઈ જરૂરિયાતમંદ યોજનાના ફોર્મ ભરી લાભથી વંચિત ન રહે તેનું તેઓ વ્યક્તિગત ધ્યાન રાખે છે. જાડેજા પરિવાર એ સેવાનું રોપેલું બીજ આજે વટવૃક્ષ બની ગયું છે,માનવતાના આ ઝાડ નીચે હજારો જરૂરિયાતમંદ લોકો શીતળતા મેળવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech