ભજન,ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એવા સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં આજે સંત શિરોમણી જલારામ બાપાની જન્મ જ્યંતી ઉજવણી કરવામાં આવી રહી છે. જલાબાપામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા હજારોની સંખ્યામાં ભાવિકો દેશ વિદેશથી ઉમટી પડયા હતાં. છેલ્લ ા પંદર વર્ષથી અવિરતપણે પૂજ્ય બાપાની જન્મજયંતિ નિમિત્તે સુરતના ગભેણી ગામેથી પગપાળા આવતો પદયાત્રીકો તેમજ સાયકલ યાત્રા સંઘ આવી પહોંચ્યો હતો, આ સંઘના પરેશભાઈ પટેલે તથા બીપીનભાઈ મોદીએ જણાવેલ કે 500થી વધુ લોકો જેમાં નાના બાળકો સહિત મહિલાઓ તેમજ પુરુષોનો પગપાળા તેમજ સાયકલ યાત્રિકો સંઘ લઈને દિવાળી પહેલા સુરત ઉન ગામ અને ગભેણીથી નીકળ્યા હતા. બાપામાં અતૂટ શ્રદ્ધા અતૂટ વિશ્વાસ ધરાવતા આ પદયાત્રીઓએ જલારામ બાપાની જય તેમજ જયશ્રી રામના નારા લગાવ્યા હતા.
વીરપુરમાં જાણે બીજી દિવાળી હોય તેમ ઘેર ઘેર રંગોળીઓ તેમજ મુખ્ય રસ્તાઓ પર પૂજ્ય જલારામ બાપાની જીવન ઝાંખી દશર્વિતા વિવિધ ફલોટ્સ તૈયાર કરવામાં આવ્યા છે તેમજ અલગ અલગ મિત્ર મંડળો દ્વારા ભાવિકો માટે ઠંડા પીણાં, શરબત, છાશ તેમજ ચા નાસ્તા સહીતના સ્ટોલો ઠેરઠેર ઉભા કરવામાં આવ્યા છે, પૂજ્ય જલારામ બાપાની 225મી જન્મ જયંતીએ વહેલી સવારે જલાબાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા તેમજ પૂજ્ય બાપાના પરિવારજનો દ્વારા પૂજ્ય જલારામ બાપાની સમાધિનું પૂજન કર્યું હતું. ત્યારબાદ જલારામ બાપાની આરતી કરવામાં આવી હતી તેમજ સવારે નવ વાગ્યે મીનળવાવ ચોકથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં 225 કિલો બુંદીનો અને ગાંઠિયાનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. જ્યારે જુના બસ સ્ટેન્ડ ચોક ખાતે યુવાનો દ્વારા 225 કિલોની કેક બનાવી ભાવિકોને વિતરણ કરાઇ અને 225મી જયંતિને લઈને વીરપુરવાસીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech