દિલ્હી સરકાર કોરોના મહામારી દરમિયાન જીવ ગુમાવનારા લોકોને 1-1 કરોડ રૂપિયા આપવા જઈ રહી છે. મુખ્યમંત્રી આતિશીએ આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ પહેલા દિલ્હી સરકારે કોરોના મહામારી દરમિયાન જીવ ગુમાવનારા 92 લોકોના પરિવારને 1 કરોડ રૂપિયાનું માનદ વેતન આપ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી આતિશીએ કહ્યું કે દિલ્હીના લોકોએ પોતાના જીવની પરવા કયર્િ વિના માનવતા અને સમાજની રક્ષા માટે કામ કર્યું અને કોરોના મહામારી દરમિયાન પોતાના પ્રાણનું બલિદાન આપ્યું. તેમણે કહ્યું કે દિલ્હી સરકાર તેમની ભાવનાને સલામ કરે છે. અલબત્ત આ રકમ મૃતકોના પરિવારજનોને પડેલી ખોટની ભરપાઈ કરી શકે તેમ નથી, પરંતુ તેમના પરિવારજનોને સન્માનપૂર્વક જીવન જીવવાનું સાધન ચોક્કસ મળશે. મુખ્યમંત્રીએ કહ્યું કે કોરોના રોગચાળો સમગ્ર માનવતા માટે ભયંકર સંકટ હતું.
આ કટોકટીએ દરેકના મનમાં ડર પેદા કર્યો હતો પરંતુ આપણા ઘણા લોકોએ આ સંકટમાંથી દિલ્હીને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. જેમાં ડોક્ટરો, મેડિકલ સ્ટાફ, સપોર્ટ સ્ટાફ, સેનિટેશન વર્કર્સ સહિત હજારો લોકોએ આ રોગચાળા સામે લડવા માટે દિવસ-રાત કામ કર્યું અને ઘણા લોકો તેનાથી પ્રભાવિત થયા અને જીવ ગુમાવ્યા. તેમણે કહ્યું કે સરકાર હંમેશા આ લોકોના પરિવાર સાથે ખભે ખભા મિલાવીને ઉભી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિવિલ વર્ષે ૨૦ લાખ, દર્દીઓ ૧૨ લાખ એજિલસ લેબોરેટરીને રિપોર્ટના ચૂકવે છે!
November 22, 2024 12:39 PMલોકપ્રિયતામાં આલિયા-દીપિકાનો ક્લાસ ગયો, સામંથા નંબર વન
November 22, 2024 12:22 PM'ધ સાબરમતી રિપોર્ટ'ના અભિનેતા વિક્રાંત મેસીએ ખોલી બોલીવુડની પોલ
November 22, 2024 12:21 PMજો તમને રજાઈમાં મોઢું ઢાંકીને સૂવાની આદત છે તો આજે જ છોડી દો, સ્વાસ્થ્યને થઇ શકે છે નુકસાન
November 22, 2024 12:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech