માંદગીના બહાને ચૂંટણી કામગીરી નહીં કરનારને નોકરી ગુમાવવાનો વારો આવે તેવી શકયતા

  • March 06, 2024 03:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકસભાની આગામી ચૂંટણી માટે સ્ટાફ ડેટા એન્ટ્રીની કામગીરી પૂરી થઈ ગઈ છે તાલીમના તબક્કાઓ પણ શરૂ થઈ ગયા છે અને ત્યારે કેન્દ્ર રાજય સરકારના અનેક અધિકારીઓ કર્મચારીઓ પબ્લિક ચેપ્ટર યુનિટના સ્ટાફ અને બેંક કર્મચારીઓ અધિકારીઓ દ્રારા ચૂંટણી કામગીરીમાંથી મુકિત મેળવવા ધમપચાળા શ થઈ ગયા છે અત્યાર સુધીમાં ૧૫૬ અધિકારીઓ અને કર્મચારીઓએ માંદગીના મામલે ફરજ મુકિતની માગણી કરી છે.અધિક જિલ્લા કલેકટર ચેતનભાઇ ગાંધી અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી મૂછ સાથે જણાવ્યું હતું કે જો કોઈ કર્મચારી કે અધિકારીની તબિયત સારી ન હોય તો તેને ફરજ પર ન લઈ શકાય અને ચૂંટણી કામ માંથી મુકિત પણ આપવી જોઈએ પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં બોગટ હેલ્થ સર્ટિફિકેટ રજૂ કરીને મુકિત માગવામાં આવતી હોવાનું ધ્યાન નઈ આવતા હવે અમે ડોકટરની પેનલ બનાવવાના છીએ અને જેમણે પણ બીમારીના કારણસર ચૂંટણી કામગીરી માંથી મુકિત માગી છે તે તમામના હેલ્થ કે કપ કરવામાં આવશે. હેલ્થ ચેકઅપ દરમિયાન જો જે તે અધિકારી કે કર્મચારીએ બોગસ સર્ટિફિકેટ રજૂ કયુ હોવાનું જણાવશે તો તેમના વિભાગને જાણ કરીને આ કર્મચારી કે અધિકારી સરકારી નોકરી કરવા માટે હેલ્થની દ્રષ્ટ્રિએ ફિઝિકલી ફીટ નથી તેથી યોગ્ય કાર્યવાહી કરવા ભલામણ કરવામાં આવશે.અધિક કલેકટર ચેતન ગાંધી એ જ વધુમાં જણાવ્યું હતું કે જે તે અધિકારી કે કર્મચારીને બોગસ હેલ્થ સર્ટિફિકેટ આપનાર ડોકટરો સામે પણ કાર્યવાહી કરાશે અને રાયના આરોગ્ય વિભાગને પણ આ સંદર્ભે વિસ્તૃત વિગતો સાથેનો રિપોર્ટ મોકલવામાં આવશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application