જામનગરના નદીના પટ્ટમાં થયેલા ગેરકાયદે બાંધકામના અસરગ્રસ્તોને મનપામાં આજે રૂબરૂ સંભાળવામાં આવ્યા

  • May 16, 2025 10:58 AM 

આજે વધુ ૬૫ લોકોને સાંભળવામાં આવશે: સોમવારે વધુ ૬૦ નો વારો



જામનગર ના રંગમતી નદીના પટમાં થયેલા દબાણ અંગે આજે અસરગ્રસ્તોને મહાનગરપાલિકા દ્વારા સાંભળવામાં આવ્યા હતા. બાકી રહેનારા અસરગ્રસ્તો ને પણ શુક્રવાર અને સોમવારે સાંભળવામાં આવશે. ત્યારપછી મહાનગરપાલિકા દ્વારા આ બાંધકામો અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવનાર છે.


જામનગરની રંગમતી નદીના પટ્ટમાં ૧૯૦ કેટલા ગેરકાયદે બાંધકામો થયા છે. હવે રિવરફ્રન્ટ બનવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી બાંધકામો દૂર કરવા માટે મહાનગરપાલિકા દ્વારા તમામ બાંધકામ ધારકોને નોટિસ આપવામાં આવી છે. દરમ્યાન આજે ૬૫ અસરગ્રસ્તોને રૂબરૂ રજૂઆત માટે બોલાવાયા હતા અને નાયબ કમિશનર વગરે એ તેમની રજૂઆતો સાંભળી હતી.


આજે શુક્રવારે ૬૫ અને સોમવારે પણ ૬૦ અસરગ્રસ્તોને સાંભળવામાં આવશે. ત્યારપછી મહાનગરપાલિકા દ્વારા પડતોળ અન્વયે યોગ્ય નિર્ણય કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application