આ વર્ષે ગરમીએ રેકોર્ડ તોડી નાખ્યો, આ રાજ્યમાં તાપમાન પહોંચ્યું 50 ડિગ્રીએ...

  • May 28, 2024 02:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં રાજધાની દિલ્હી સહિત આખા દેશમાં ભારે ગરમી પડી રહી છે. ગરમીથી બચવા દરેક વ્યક્તિ જરૂરી પગલાં લઈ રહ્યા છે. પ્રચંડ ગરમીને કારણે કેટલાક રાજ્યો અને શહેરોનું તાપમાન 48 થી 50 ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે. ત્યારે કેટલાક એવા રાજ્યો છે જ્યાં તાપમાન 50 ડીગ્રી સુધી પહોંચવા આવ્યું છે.


રાજસ્થાન


રાજસ્થાનમાં અન્ય રાજ્યો કરતાં વધુ ગરમી પડે છે. ત્યાંના ઘણા શહેરોમાં તાપમાન 48 ડિગ્રીને પાર કરી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાનના ફલોદીમાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. અહીં તાપમાનનો પારો 49.4 ડિગ્રી સેલ્સિયસ એટલે કે લગભગ 50 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. આ સિવાય બાડમેર જિલ્લો રાજ્યનો બીજો સૌથી ગરમ જિલ્લો છે. અહીં તાપમાન 49.3 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. રાજસ્થાનમાં જેસલમેર ત્રીજા સ્થાને છે જેસલમેરનું તાપમાન 48.7 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. પિલાની ચોથા નંબર પર છે જ્યાં તાપમાન 48.5 ડિગ્રી છે. આ સિવાય રાજસ્થાનના અન્ય 9 શહેરોમાં તાપમાનનો પારો 48 ડિગ્રીને પાર કરી ગયો છે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં જૂનથી સપ્ટેમ્બર વચ્ચે સામાન્ય વરસાદની શક્યતા છે. રાજસ્થાન દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર-પશ્ચિમ ભારતમાં સામાન્ય વરસાદની શક્યતા છે. આ વિસ્તારોમાં LPAનો 92 થી 108 ટકા વરસાદ થઈ શકે છે. જો કે રાજસ્થાનમાં આકરી ગરમીનો માહોલ હજુ થોડા દિવસો સુધી યથાવત રહેશે. પૂર્વ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં 29 મેથી અને પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં 30 મેથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે.


ફલોદીમાં ગરમીના કારણે શહેરની હાલત ખૂબ જ ખરાબ છે. દિવસ દરમિયાન સૂર્ય એટલો પ્રબળ હોય છે કે ઘરની બહાર નીકળવું શક્ય નથી.


રાજસ્થાન ઉપરાંત દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને હરિયાણામાં આકરી ગરમી પડે છે. હીટવેવથી બચવા માટે વિવિધ રાજ્ય સરકારોએ લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે. ખાસ કરીને સવારે 11 થી 3 વાગ્યાની વચ્ચે કોઈ અગત્યનું કામ ન હોય તો ઘરની ભર ન નીકળવા માટે લોકોને સલાહ આપવામાં આવી છે. કારણકે વધુ તાપમાનને કારણે હિટ વેવનો શિકાર બની શકો છો. ઉનાળામાં દરેક વ્યક્તિએ વધુમાં વધુ પાણી પીવું કે પ્રવાહી લેવું જરૂરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application