ફોનનો કેટલા કલાક ઉપયોગ કર્યો અને કઈ એપ્લિકેશનનો સૌથી વધુ ઉપયોગ કર્યો તે જાણી શકશો આ રીતે

  • August 19, 2024 02:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્માર્ટફોન એ આજના સમયમાં દરેક ઈન્ટરનેટ યુઝરની મુખ્ય જરૂરિયાત છે. ડિજિટલ યુગમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકના હાથમાં ફોન હોવો સામાન્ય થઇ ગયું છે. જરૂરિયાત મુજબ ફોનનો ઉપયોગ કરવો એ ઠીક છે પરંતુ ફોનમાં જ સતત રહેવું એ પણ મન પર નકારાત્મક અસર કરે છે. જો તમને પણ લાગે છે કે ફોનનો વધુ ઉપયોગ કરો છો, તો ફોનના ખાસ સેટિંગ દ્વારા તેને અમુક હદ સુધી મેનેજ કરી શકાય છે.

દિવસમાં કેટલા કલાક તમારા ફોનનો ઉપયોગ કરો છો?


  • સૌથી પહેલા ફોનના સેટિંગમાં જવું પડશે.

  • હવે નીચે સ્ક્રોલ કરો અને ડિજિટલ વેલબીઇંગ અને પેરેંટલ કંટ્રોલ્સ પર ટેપ કરો.

  • હવે સ્ક્રીન પર ફોનનો ઉપયોગ કરવાનો કુલ સમય કલાકો અને મિનિટોમાં જોઈ શકશો.

  • જે એપ્લિકેશનનો સૌથી વધુ ઉપયોગ કરો છો તે વર્તુળમાં સૌથી મોટા ભાગ સાથે જોવા મળશે.

  • જો તમને લાગે છે કે કોઈપણ એપનો વધુ પડતો ઉપયોગ કરો છો, તો આ આદતને સુધારી શકો છો. આ માટે એપ લિમિટ ફીચર ઉપયોગી છે. એપ લિમિટનો વિકલ્પ માત્ર ડિજિટલ વેલબીઇંગ અને પેરેંટલ કંટ્રોલમાં પણ ઉપલબ્ધ છે.


એપ્લિકેશન લિમિટ સેટ કરો


  • ડિજિટલ વેલબીઇંગ અને પેરેંટલ કંટ્રોલ્સ પર એપ્લિકેશન લિમિટ્સ વિકલ્પ પર ટેપ કરો.

  • હવે ફોનમાં હાજર તમામ એપ્સનું લિસ્ટ સ્ક્રીન પર ખુલશે.

  • અહીં તે એપ પસંદ કરો જેના માટે તમે લિમિટ સેટ કરવા માંગો છો.

  • હવે આ એપના નોટિફિકેશનને મેનેજ કરી શકો છો, જેથી ધ્યાન વારંવાર એપ તરફ ન જાય.

  • આ સિવાય એપ ટાઈમર પર ટેપ કરીને સુવિધા અનુસાર એપનો ઉપયોગ કરવાના કલાકો સેટ કરી શકો છો.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application