આ વખતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા હશે ટેકનોલોજીથી સજ્જ, 3D મેપિંગ, VR ટેક્નોલોજીથી તૈયાર કરાયો રૂટ

  • April 19, 2023 04:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



અમદાવાદમાં કોરોનાકાળમાં એક સમયે ભક્તો વિના જ રથયાત્રા નીકળી હતી. ત્યાર બાદ 2022માં ભક્તો સાથે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા હતાં. પરંતુ આ વખતે રથયાત્રા અલગ ટેક્નોલોજી સાથે નીકળશે તેવી પોલીસ વિભાગ તરફથી તૈયારીઓ શરૂ કરાઈ છે. સુત્રોના જણાવ્યા મુજબ આ વખતે ભગવાન જગન્નાથ, બલભદ્ર તથા બહેન સુભદ્રા નવા રથમાં બિરાજમાન થઈ નગરચર્યા કરશે. આ ઉપરાંત પ્રથમ વખત અમદાવાદમાં રથયાત્રાનું વર્ચ્યુઅલ રિયાલિટી મોડલ બનાવવામાં આવી રહ્યું છે. આ વખતની રથયાત્રા ટેક્નોલોજીથી પણ સજ્જ હશે


રથયાત્રાના આ વર્ચ્યુઅલ રિયાલિટી મોડેલમાં એક્સપર્ટની સાથે અમદાવાદ સાયબર ક્રાઈમ આખા રૂટનું વીડિયો રેકોર્ડિંગ કરશે તેવી તૈયારીઓ શરૂ કરાઈ છે. જેના કારણે સમગ્ર રૂટ પર કયા ખૂણે શું થઈ રહ્યું છે, કયાં બંદોબસ્તની જરૂર છે અને દરેક ખૂણે સર્જાતિ સ્થિતિને જોઈ શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવાની વિચારણા શરૂ કરવામાં આવી છે. રથયાત્રા પહેલાં હાઈટેક કેમેરા સર્વેલન્સ ડ્રોનથી પોલીસ સમગ્ર રૂટનું વર્ચ્યુઅલ રિયાલિટી મેપિંગ કરશે.એક્સપર્ટ દ્વારા રથયાત્રાના માર્ગમાં આવતી દરેક જગ્યાનું 3D શૂટ કરવામાં આવશે. જેમાં દરેક પોળના ખાંચા અને ધાબે 3D ડ્રોન અને વર્ચ્યૂઅલ શૂટિંગ કરવામાં આવશે. જેમાં ખાસ કરીને દરેક જગ્યાનું શૂટિંગ થયા બાદ તેને વીઆર બોક્સની મદદથી જોઈ શકાશે.



સાયબર ક્રાઈમના ACP જીતેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, આ વખતની રથયાત્રામાં ટેકનોલોજીનો ઉપયોગ કરવાની વિચારણા શરૂ કરાઈ છે. જે તે એક્સપર્ટની સાથે તેની તૈયારીઓ અંગે ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે. આ વખતે રથયાત્રાના સમગ્ર રૂટનું 3D મેપિંગ કરવામાં આવી રહ્યું છે. વીઆર બોક્સની મદદથી જોઈ શકાશે. આ માટે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. તેમજ એક્સપર્ટની મદદ લેવામાં આવી છે અને તેનું કામ ચાલી રહ્યું છે. જેમાં ડ્રોન અને હાઈ ડેફિનેશન કેમેરાની મદદથી શૂટિંગ ચાલી રહ્યું છે. રથયાત્રા રૂટનું પહેલેથી જ એનાલિસિસ એટલે કે માઈક્રો એનાલિસિસ હોય તો ગમે ત્યારે શું કરવું તેનો નિર્ણય ઝડપથી લઈ જઈ શકાય છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application