ઘણી સ્ત્રીઓ વિશે સાંભળ્યું હશે જેમને ઢીંગલી એકત્રિત કરવાનો શોખ હોય છે પણ એક માણસ પણ એવો છે જેને આવો શોખ છે. ક્રિસ હેનરી નામનો આ માણસ છેલ્લા 10 વર્ષથી જૂની ઢીંગલીઓ એકઠી કરવાનો શોખીન છે. લોકો માને છે કે તેની ઢીંગલીઓ ડરામણી છે પરંતુ ક્રિસને લાગે છે કે તેમને સમજવામાં નથી આવતા અને તેના મનમાં તે ઢીંગલીઓની સંભાળ રાખવાની તીવ્ર ઇચ્છા થાય છે. ક્રિસનો લાખોની કિંમતનું કલેક્શન ઘણી રીતે અનોખુ બની ગયુ છે.
૨૬ વર્ષનો ક્રિસ બાળપણથી જ ઢીંગલીઓનો શોખીન છે પરંતુ તેને ઢીંગલીના સંગ્રહની શરૂઆત ૧૬ વર્ષનો હતો ત્યારે કરી હતી. ત્યારે જ તેણે તેની પહેલી વિન્ટેજ ઢીંગલી ખરીદી. આજે તેની પાસે ૨૫૦ જૂની ઢીંગલીઓ છે જેની કુલ કિંમત લગભગ ૨.૫ થી ૩.૫ લાખ રૂપિયા હશે. આ બધી ઢીંગલીઓ તેના ખાસ રૂમના કેબિનેટમાં પ્રદર્શનમાં રાખવામાં આવી છે.
અમેરિકાના ન્યુ જર્સીના પેરામસમાં રહેતા ક્રિસ કહે છે કે બાળપણથી જ તે તેની બહેન સાથે ઢીંગલીઓ સાથે રમીને મોટો થયો છે પરંતુ જૂની ઢીંગલીઓ રાખવાનો તેનો શોખ ૧૬ વર્ષની ઉંમરથી વધ્યો. જ્યારે તેણે તેની પહેલી વિન્ટેજ ઢીંગલી ખરીદી. ત્યારે તેણે કહ્યું કે મેં આ જૂની, ડરામણી, તૂટેલી ઢીંગલી જોઈ અને તે મને જે રીતે જોતી હતી અને મને ખુશ કરતી હતી તેનાથી મને પ્રેમ થઈ ગયો.
જ્યારે આ શોખ જુસ્સામાં ફેરવાઈ ગયો ત્યારે તેણે આવી ૨૫૦ ઢીંગલીઓ એકત્રિત કરી લીધી હતી. આ ઢીંગલીઓ ૧૯૦૦ થી ૧૯૫૦ના દાયકાની છે અને તેમની કિંમત ૪,૦૦૦ થી ૯,૦૦૦ રૂપિયાની વચ્ચે છે. ક્રિસને મુસાફરી કરવી ખૂબ ગમે છે; તેણે 20 દેશોની મુલાકાત લીધી છે અને જ્યાં પણ જાય છે ત્યાં ઢીંગલીઓ એકત્રિત કરવાનો પ્રયાસ કરે છે. તેની પાસે ઘાના, દક્ષિણ આફ્રિકા, ભારત અને ફ્રાન્સની ઢીંગલીઓ પણ છે. રસપ્રદ વાત એ છે કે તે ઢીંગલીઓ વેચવા માટે ખરીદતો નથી; તેના બદલે તે કહે છે કે તે દરેક ઢીંગલી સાથે એક બંધન વિકસાવે છે. તેના માટે દરેક ઢીંગલી ખાસ અને કિંમતી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગરીબ લાભાર્થીઓના નાણાંની ઉચાપત મામલે પોસ્ટ માસ્તરની આગોતરા જામીન અરજી રદ
March 31, 2025 02:35 PMમાથાકૂટના ફોટો શેઠને મોકલ્યા હોવાની શંકાએ શખસે ચોકીદારનો હાથભાગી નાખ્યો
March 31, 2025 02:35 PMજ્યુબેલી પુલના ચાર રસ્તે ટ્રાફિકજામને લીધે લોકોને વેઠવી પડે છે ભારે પરેશાની
March 31, 2025 02:34 PMપોરબંદરના એરપોર્ટને સાડા છ કરોડ પિયાનું અદ્યતન ફાયર ફાઇટર ફાળવાયુ
March 31, 2025 02:33 PMસાડા ત્રણ વર્ષના લાંબા વિરહ બાદ ગગનમાંથી ધરતી ઉપર ઉતર્યુ વિમાન
March 31, 2025 02:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech