હવે જો કોઈને સમય જોવો હોય, તો તે તરત જ તેના કાંડા પર બાંધેલી ઘડિયાળ તરફ જુએ છે. પરંતુ પહેલા આવું ન હતું. અગાઉ સમય જોવા માટે સૂર્યપ્રકાશ દ્વારા અંદાજ કાઢવામાં આવતો હતો. ધીમે ધીમે તેની પદ્ધતિઓ વિસ્તરવ લાગી પછી ઘડિયાળની શોધ થઈ અને સમયનું નિરીક્ષણ કરવાનો સંપૂર્ણ સિદ્ધાંત બદલાઈ ગયો. વિશ્વની પ્રથમ ઘડિયાળ વર્ષ 1505માં બની હતી. આ ઘડિયાળનું નામ 1505ની પોમંડર વોચ હતું જેને વોચ 1505 પણ કહેવામાં આવે છે.
આ ઘડિયાળની ડિઝાઈન તેનો ડાયલ સાવ અલગ હતો. ત્યારથી ઘડિયાળો ઘણા વિવિધ પ્રકારોમાં બનાવવામાં આવી છે. તેની વસ્તુઓનો અલગ અલગ રીતે ઉપયોગ થવા લાગ્યો. તેની સાઈઝ પણ વિવિધ પ્રકારની આવવા લાગી.
જો દુનિયાની સૌથી મોટી ઘડિયાળની વાત કરીએ તો તે સાઉદી અરેબિયામાં છે. સાઉદી અરેબિયાના મક્કામાં બનેલી આ ઘડિયાળનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન પામ્યું છે. આ ઘડિયાળને 'અબરાજ અલ બૈત ઘડિયાળ' નામ આપવામાં આવ્યું છે.
આ ઘડિયાળની સાઈઝ એટલી મોટી છે કે તેને બનાવવામાં 10 વર્ષ લાગ્યા. આ દુનિયાનો સૌથી ઉંચો ક્લોક ટાવર છે. તેની ઉંચાઈ એટલી છે કે જો કોઈ વ્યક્તિ 25 કિલોમીટર દૂર હોય તો પણ તે આ ઘડિયાળ જોઈ શકે છે.
અબ્રાજ અલ બેત ઘડિયાળ એ વિશ્વની સૌથી મોટી ઘડિયાળ જ નથી. હકીકતમાં બુર્જ ખલીફા અને શાંઘાઈ ટાવર પછી તે વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે. જો આ ઈમારતની ઉંચાઈ વિશે વાત કરીએ તો તે 601 મીટર એટલે કે 1972 ફૂટ ઉંચી છે. જો આ ઘડિયાળની કિંમતની વાત કરીએ તો તેને બનાવવામાં કુલ 123 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેની સજાવટ વધારવા માટે 24 કેરેટ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે તેમાં 20 લાખ LED બલ્બ પણ લગાવવામાં આવ્યા છે. આ ઘડિયાળને મક્કા રોયલ ક્લોક ટાવર પણ કહેવામાં આવે છે.
મક્કા રોયલ ક્લોક ટાવરમાં લગાવેલી ઘડિયાળની એક સોયનું વજન જાણીને ચોંકી જશો. આ ઘડિયાળના મિનિટ કાંટાનું વજન 7 ટન છે. તો ઘડિયાળના કલાકના કાંટાનું વજન 6.5 ટન છે. જો આ ઘડિયાળના કુલ વજન વિશે વાત કરીએ તો તે લગભગ 21 ટન જેટલું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech