ભારતની પ્રથમ એરલાઇન સેવાનો આ રીતે નાખવામાં આવ્યો હતો પાયો

  • October 15, 2024 09:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તાતા એ ભારતને ઘણી નવી વસ્તુઓ આપી છે. આમાંની એક ભારતની પોતાની અને પ્રથમ એરલાઇન સેવા છે. તાતા ગ્રુપે જ ભારતમાં પહેલીવાર એરલાઈન સેવા શરૂ કરી હતી જેનું નામ તાતા એરલાઈન્સ હતું. જેઆરડી તાતા  દ્વારા 15 ઓક્ટોબર, 1932ના રોજ તેની સ્થાપના કરવામાં આવી હતી. તેણે કરાચીથી મુંબઈની પહેલી ફ્લાઈટ લીધી  હતી. બાદમાં તેનું નામ બદલીને એર ઈન્ડિયા કરવામાં આવ્યું.


તાતા એવિએશન સર્વિસની શરૂઆત વર્ષ 1932માં જેઆરડીના નેતૃત્વમાં કરવામાં આવી હતી. એ સમયે એવિએશન સેક્ટરમાં યુરોપિયન કંપનીઓનું વર્ચસ્વ હતું. તે જ વર્ષે, જેઆરડીએ ડ્રિગ રોડ, કરાચીથી આકાશમાં ઉડાન ભરી હતી. આ કંપનીનું નામ પહેલા તાતા એરલાઈન્સ હતું. ત્યારબાદ તેનું નામ બદલીને એર ઈન્ડિયા કરવામાં આવ્યું.


ભારતમાં હવાઈ મુસાફરીમાં ક્રાંતિ કરનાર વ્યક્તિ તરીકે જેઆરડી તાતાનું મહત્વનું યોગદાન છે. તેના કારણે જ ભારતને તેની પ્રથમ એરલાઇન સેવા શરૂ કરવામાં મદદ મળી હતી. જેઆરડી તાતા એ તાતા  ગ્રુપમાં એક એપ્રેન્ટિસ તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. જેઆરડી માત્ર 22 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. આ પછી જેઆરડીને તાતા સન્સના બોર્ડમાં સ્થાન મળ્યું હતું.


જેઆરડી બાળપણથી જ આકાશમાં ઉડવા માંગતા હતા. જ્યારે તે 15 વર્ષનાં હતા, ત્યારે તેણે ફ્રાન્સમાં પ્લેન ઉડાડવાનો આનંદ માણ્યો હતો. આ અનુભવે જેઆરડીના મનમાં ઉડાન માટેનો પ્રેમ પેદા કર્યો, જે એર ઈન્ડિયાની શરૂઆતનું કારણ બન્યું. વર્ષ 1929માં જેઆરડી તાતાને કોમર્શિયલ પાઈલટનું લાઇસન્સ મળ્યું અને આ રીતે તેઓ આ લાઇસન્સ મેળવનાર પ્રથમ ભારતીય બન્યા હતાં. જેના પ્લેનમાં આપણે હજુ પણ મુસાફરી કરીએ છીએ. ભારતની આઝાદી પછી, પ્રથમ વડા પ્રધાન જવાહર લાલ નેહરુના નેતૃત્વમાં સરકારની રચના કરવામાં આવી હતી. નેહરુ સરકારે વર્ષ 1953માં એર ઈન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કર્યું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News