પાકિસ્તાનમાં યોજાઈ રહેલી SCO (શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન) શિખર બેઠક માટે સભ્ય દેશોના હાઈ કમિશનરો ઈસ્લામાબાદમાં છે. ભારત તરફથી વિદેશ મંત્રી એસ જયશંકર પાકિસ્તાન પહોંચી ગયા છે. તેમની આ મુલાકાત 9 વર્ષ બાદ કોઈ ભારતીય વિદેશ મંત્રીની પ્રથમ મુલાકાત છે. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જયશંકર અગાઉ 2015માં પાકિસ્તાન ગયા હતા. ત્યારપછી તેઓ વિદેશ સચિવ બનીને પાડોશી દેશ પહોંચ્યા હતા. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે તેમનું સ્વાગત કર્યું હતું.
ગઈકાલે વિદેશ પ્રધાન ભારતીય વાયુસેનાના વિમાનમાંથી નૂર ખાન એરબેઝ પર ઉતર્યા કે તરત જ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના અધિકારી ઇલ્યાસ નિઝામી તેમનું સ્વાગત કરવા આગળ આવ્યા અને જયશંકરનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. પાકિસ્તાનના બાળકો પણ તેમનું સ્વાગત કરવા આવ્યા હતા અને તેમને બુકે આપ્યા હતા, જેની તસવીર જયશંકરે પોતાના X પર પણ લગાવી છે.
પાકિસ્તાનની સડકો પર ભારતનો ત્રિરંગો લહેરાયો
એસ જયશંકરને એરપોર્ટ પરથી કાળા રંગની મર્સિડીઝ કારમાં લઈ જવામાં આવ્યા હતા, જેના પર ભારતીય ત્રિરંગો હતો. ગઈકાલે રાત્રે, પાકિસ્તાનના વડા પ્રધાન વતી તમામ ઉચ્ચાયુક્તો માટે રાત્રિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં એસ જયશંકરનું વડાપ્રધાન શાહબાઝ શરીફ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા ઘણા સમયથી તણાવપૂર્ણ સંબંધો છે. કાશ્મીરમાં આતંકવાદના મુદ્દે બંને દેશો આંતરરાષ્ટ્રીય મંચ પર પણ એકબીજાની સામે ટકરાતા રહ્યા છે. 2019ના પુલવામા હુમલા અને કલમ 370 નાબૂદ કર્યા પછી આ સંબંધો વધુ નીચા સ્તરે પહોંચી ગયા છે. એસસીઓ સમિટ માટે જયશંકરની પાકિસ્તાનની મુલાકાતે આ સંબંધો સુધરવાની આશા જાગી છે.
સ્વાગત પર વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ શું કહ્યું?
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું કે, તેઓ પાકિસ્તાનના મહેમાન છે. આ કોન્ફરન્સમાં ભાગ લેવા આવેલા તમામ નેતાઓનું પાકિસ્તાને સ્વાગત કર્યું છે અને ભારતના વિદેશ મંત્રી તેમજ તમામ મહેમાનો માટે પાકિસ્તાન વિશ્વ સમક્ષ પોતાનું આતિથ્ય બતાવી રહ્યું છે.
SCO સમિટ
પાકિસ્તાન 15 અને 16 ઓક્ટોબરે SCO સભ્યોની બે દિવસીય બેઠકનું આયોજન કરી રહ્યું છે. તેમાં ભાગ લેવા વિદેશ મંત્રી એસ જયશંકર ઈસ્લામાબાદ પહોંચ્યા છે. SCOમાં ચીન, રશિયા, ભારત, પાકિસ્તાન, ઈરાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને બેલારુસનો સમાવેશ થાય છે. આ દેશો વિશ્વની વસ્તીના 40 ટકા અને જીડીપીમાં 30 ટકા હિસ્સો ધરાવે છે. તમામ વિદેશી મહેમાનો માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને રાજધાનીના દરેક ખૂણે પોલીસ અને સેના તૈનાત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech