કરમદા ખાટુ ફળ છે, જે લાલ અને સફેદ રંગના હોય છે. જેને અથાણાં અને ચટણી બનાવીને ખાવામાં ખૂબ જ સારા લાગે છે. કરમદામાં આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ અને ઝિંક જેવા પોષક તત્વો હોય છે. જે શરીરને સ્વસ્થ રાખે છે. વિટામિન સીથી ભરપૂર કરમદા પેટથી લઈને હૃદય સુધી સ્વાસ્થ્યને સ્વસ્થ રાખે છે. જો એક મહિના સુધી તેનું સેવન કરવામાં આવે તો વજન સરળતાથી ઘટાડી શકાય છે.
કરમદાનું સેવન તેના પોષક તત્વોને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ. કરમદામાં ઔષધીય ગુણો છે. જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ ફળના મૂળ, પાન અને ફળ બધું જ સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. જેનો ઉપયોગ અનેક પ્રકારની સમસ્યાઓ દૂર કરવા માટે થાય છે.
કરમદા ફળને પોષક તત્વોનું પાવર હાઉસ પણ કહેવામાં આવે છે. આ ફળ આવશ્યક વિટામિન્સથી ભરપૂર છે, તેમાં વિટામિન એ, વિટામિન બી, કેલ્શિયમ ફોસ્ફરસ અને આયર્ન હોય છે. આ ફળ આંખ દ્રષ્ટિને સુધારે છે અને હાડકાંને મજબૂત બનાવે છે.
વિટામિન સીનો સ્ત્રોત
કરમદા ફળ વિટામિન સીનો શક્તિશાળી સ્ત્રોત છે. જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તેનું સેવન ઇન્ફેક્શનથી બચાવે છે અને શરીરને સ્વસ્થ રાખે છે. કરમદા વર્ષમાં માત્ર 1 કે 2 મહિના માટે જ મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનવરાત્રીના ત્રીજા દિવસે પ્રસાદ માટે બનાવો શીરો, જુઓ રેસીપી
April 01, 2025 05:07 PMઉનાળામાં પહેરો આ રંગના કપડાં, ઠંડકનો અનુભવ થશે અને મળશે પરફેક્ટ લુક
April 01, 2025 04:38 PMજો એક મહિના માટે ડુંગળી અને લસણ ખાવાનું બંધ કરી દો, તો શરીરમાં કોઈ ફેરફાર જોવા મળશે?
April 01, 2025 04:15 PMતું અપશુકનીયાળ છો એટલે સુપર માર્કેટ બંધ થઈ ગઈ કહી સાસરીયાઓનો પુત્રવધુને ત્રાસ
April 01, 2025 03:36 PMજામનગરમાં ૧૫ વર્ષની બાળા પર દુષ્કર્મ: મૃત બાળકને જન્મ આપ્યો
April 01, 2025 03:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech