સૂકા આદુ જેવી લાગતી આ ઔષધિ ચહેરા અને વાળની ​​દરેક સમસ્યા માટે વરદાન સમાન

  • August 19, 2024 10:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં ઘણી એવી જડીબુટ્ટીઓ છે જે દેખાવમાં સરખી છે પરંતુ તેના ફાયદા અલગ અલગ છે. આદુ જેવી દેખાતી જડીબુટ્ટી જેને કુલંજન કહે છે. તે ખાસ કરીને પેટનું ફૂલવું, અપચો અને ઉલ્ટી જેવી સમસ્યાઓ માટે વપરાય છે પરંતુ આનો અર્થ એ નથી કે કુલંજનના અન્ય લાભો નથી.


કુલંજનનો ઉપયોગ કરવાની એક ખાસ રીત છે. જે ચીકણા વાળ અને તૈલીય ત્વચાથી છુટકારો મેળવવામાં મદદ કરશે.

કુલંજન શું છે?


કુલંજન ઔષધિને ​​અંગ્રેજીમાં ગલાંગન અને દક્ષિણ ભારતમાં રસના તરીકે ઓળખવામાં આવે છે. તેનો ઉપયોગ પેટ અને શ્વસન સંબંધી સમસ્યાઓને દૂર કરવા માટે થાય છે. કુલંજનમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટિમાઈક્રોબાયલ ગુણ આપણા શરીરમાંથી રોગોને દૂર રાખવાનું કામ કરે છે. આ બધું હોવા છતાં, વાળ અને ત્વચા માટે પણ તેના કેટલાક ફાયદા છે.

વાળ માટે કુલંજનના ફાયદા

વાળ ખરતા અટકાવવા, વાળ વધારવા, ડેન્ડ્રફથી છુટકારો મેળવવાની સાથે સાથે કુલંજન વાળને મજબૂત કરવાનું કામ કરે છે. જો તે બજારમાં ન મળે તો કુલંજન પાવડર ઓનલાઈન મેળવી શકો છો. કારણકે આજકાલ દરેક વસ્તુ ઓનલાઈન ઉપલબ્ધ છે. જાણો આ ખાસ ઔષધિનો ઉપયોગ વાળ પર કેવી રીતે કરવો.


આ રીતે કુલંજન વાળમાં લગાવવું


  • સૌ પ્રથમ એક બાઉલ લો અને તેમાં 2 ચમચી કુલંજન પાવડર, 2 ચમચી અરીઠા અને 1 ચમચી મુલતાની માટી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

  • હવે હેર પેક તૈયાર કરવા માટે પાવડરના મિશ્રણમાં ધીમે ધીમે ગુલાબજળ મિક્સ કરો.

  • યાદ રાખો કે જરૂર કરતાં વધુ ગુલાબજળ ન ઉમેરવું નહીંતર પેક પાતળું થઈ શકે છે અને વાળ પર લગાવતી વખતે નીચે સરકી શકે છે.

  • જ્યારે કુલંજનથી બનેલો હેર પેક તૈયાર થઈ જાય ત્યારે તેને મહેંદીની જેમ વાળ અને સ્કેલ્પ પર લગાવો અને 30 મિનિટ સુધી સૂકવવા માટે છોડી દો.

  • સમય પૂરો થયા પછી વાળ ધોઈ લો. આ ઉપાય અઠવાડિયામાં માત્ર એક જ વાર લગાવવો જોઈએ અને બાકીના દિવસોમાં વાળમાં તેલ લગાવવાનું ભૂલશો નહીં.


ત્વચા માટે કુલંજનના ફાયદા


કુલંજનનો ઉપયોગ ત્વચા માટે પણ થાય છે.  જે ત્વચા સંબંધિત અનેક રોગો સામે લડવામાં મદદ કરે છે અને તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ ત્વચાને ફ્રેશ અને યુવાન રાખવામાં મદદ કરે છે.


આ સિવાય તે ચહેરા પરથી ડાઘ, પિમ્પલ્સ અને અન્ય બેક્ટેરિયાને દૂર રાખવામાં મદદ કરે છે. આ સૂચવેલ કુલંજન પાવડરનો ઉપયોગ કરી શકો છો.


ચહેરા પર કુલંજન કેવી રીતે લગાવવું


  • સૌપ્રથમ એક બાઉલ લો અને તેમાં અડધી ચમચી કુલંજન પાવડર, 1 ચમચી મુલતાની મીટ્ટી અને જરૂર મુજબ કાચું દૂધ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

  • તૈયાર કરેલ ફેસ પેકને તમારા ચહેરા પર લગાવો અને તેને 10-15 મિનિટ સુધી સૂકવવા દો.

  • જ્યારે સમય થઈ જાય ત્યારે ચહેરાને સામાન્ય પાણીથી ધોઈ લો.

  • આ ઉપાય અઠવાડિયામાં બે વાર કરી શકો છો.







લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application