રોલ ભલે નાનો હોય, ફી તો તગડી જ
રજનીકાંત સાઉથ ઈન્ડસ્ટ્રીનો સૌથી મોંઘા સ્ટારમાંથી એક છે. જે 200 કરોડથી વધારે ચાર્જ કરે છે પરંતુ શું તમે જાણો છો કે, આટલી ફ્રી હોવા છતાં તે સાઉથનો પોપ્યુલર કોમેડિયન અભિનેતા તેનાથી વધુ અમીર છે.બ્રહ્માનંદમ ભલે રોલ નાનો કરે, તેની ફી ક્યારેય ઓછી નથી હોતી.
સાઉથના સુપરસ્ટાર અભિનેતા રજનીકાંતને ચાહકો થલાઈવા કહે છે. તેમણે માત્ર સાઉથ નહિ પરંતુ બોલિવુડમાં પણ પોતાની એક્ટિંગથી ચાહકોના દિલ જીત્યા છે. આજે તેની ઓળખ દુનિયાભરમાં છે. રજનીકાંત ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સૌથી મોંઘા સ્ટારમાંથી એક છે. રિપોર્ટ અનુસાર તે એક ફિલ્મ માટે 200 કરોડથી વધારે ચાર્જ લે છે.
એક અભિનેતા મેળવી ન શક્યો તે એક કોમેડિયન અને અભિનેતા બ્રહ્માનંદમે મેળવ્યું છે. જે થલાઈવાથી વધુ અમીર છે બ્રહ્માનંદમે વર્ષ 1985માં પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત કરી હતી. શરુઆતમાં નાના-મોટા રોલ કરતો હતો પરંતુ આજે તે પોતાની એક્ટિંગથી મોટું નામ કમાયું છે.
તેનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયું છે. તે ઈન્ડસ્ટ્રીની લગભગ તમામ ફિલ્મોમાં જોવા મળે છે. રજનીકાંતે તેનાથી 10 વર્ષ પહેલા 1975માં એક્ટિંગથી ડેબ્યુ કર્યું હતુ. આજે બંન્ને સ્ટારની મોટી ફેનફોલોઈંગ છે.
ફિલ્મમાં નાનો રોલ હોય છે. પરંતુ તેના રોલમાં તે તનતોડ મહેનત કરે છે.એટલા માટે આજે તેનું નામ સૌથી વધારે ચાર્જ લેતા સ્ટારમાં નામ આવે છે. તે ઈન્ડસ્ટ્રીનો ટોપ કોમેડિયન પણ છે.
બ્રહ્માનંદમ અને રજનીકાંતના નેટવર્થની વાત કરીએ તો બ્રહ્માનંદમ, થલાઈવાથી ખુબ આગળ છે. કોમેડિન પોતાના 39 વર્ષના કરિયરમાં અંદાજે 1100 ફિલ્મો કરી છે. તે રજનીકાંતથી વધારે અમીર છે. રિપોર્ટ મુજબ વર્ષ 2024માં બ્રહ્માનંદની નેટવર્થ અંદાજે 550 કરોડ રુપિયા છે. તો રજનીકાંતની નેટવર્થ 430 કરોડ રુપિયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech