નવા વર્ષ માટે વિવિધ પ્રકારના નાણાકીય આયોજન બનાવીએ છીએ. કેટલાક નવા વર્ષ પર ઘર અને કેટલાક કાર ખરીદે છે. તો કેટલાક રોકાણ કરવાનું શરૂ કરે છે. જો નવા વર્ષમાં રોકાણ શરૂ કરે છે.
સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે લોકો પોતાના નામે, પત્નીના નામે કે બાળકોના નામે એફડી કરાવે છે. જો પત્ની કે બદલે માતાના નામે FD કરો છો, તો ભારે વ્યાજની સાથે અન્ય ઘણા લાભો મળી શકે છે.
જો તમે તમારી પત્નીના નામે FD કરો છો તો તમે ચોક્કસપણે ટેક્સ બચી શકો છો. પરંતુ પત્નીના નામે FD કરશો તો તમને જેટલું વ્યાજ મળે છે તેટલુ જ વ્યાજ પત્નીના નામે થયેલી FD પર મળશે. પણ જો માતાના નામે FD કરવાથી FDનું વ્યાજ વધી જશે.
જો માતાની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ છે, તો માતાના નામ પર કરવામાં આવેલી FD પર 0.50 ટકા વધુ વ્યાજ મળશે. એટલું જ નહીં, જો માતાની ઉંમર 80 કે તેથી વધુ છે તો 0.75 થી 0.80 ટકા વધુ વ્યાજ મળશે.
આ સિવાય FDમાંથી થતી આવક પર TDS કાપવામાં આવે છે. નિયમો અનુસાર, જો નાણાકીય વર્ષમાં FD પર મળતું વ્યાજ 40,000 રૂપિયાથી વધુ હોય, તો તમારે 10% TDS ચૂકવવો પડશે. જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે આ મર્યાદા 50,000 રૂપિયા છે. એટલે કે માતાના નામ પર FD હોય તો અહીં પણ ફાયદાકારક રહેશે. એટલું જ નહીં, જો માતાના નામ પર FD કરો છો, ટેક્સથી બચી શકો છો.
વાસ્તવમાં, FD ની કમાણી તમારી કુલ કમાણીમાં ઉમેરવામાં આવે છે. આવી સ્થિતિમાં વધુ ટેક્સ ચૂકવવો પડશે. બહુ ઓછા લોકો જાણે છે કે જો માતાના નામે એફડી કરે છે, તો માત્ર વધુ વ્યાજ મળશે પરંતુ તેમનો ઘણો ટેક્સ પણ બચી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ગલુડીયાને સ્કુટી પાછળ બાંધી ઢસડયાનો વિડીયો વાયરલ
January 08, 2025 11:59 AMજામનગરના 9 વર્ષના બાળકે અરબી સમુદ્રમાં પાંચ કીમી સ્વીમીંગ કરી અનોખી સિઘ્ધિ મેળવી
January 08, 2025 11:55 AMજામનગર-મોરબી જિલ્લાના કોઝવેના 1705 લાખના કામોને મંજુરી
January 08, 2025 11:50 AMલોકરક્ષક દળની ભરતી અન્વયે જામનગર હેડકવાર્ટરમાં શારીરીક કસોટીનો પ્રારંભ
January 08, 2025 11:49 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech