વિશ્વના વિવિધ દેશોની પોતપોતાની અલગ અલગ વાનગીઓ છે. કેટલાક એવા ખોરાક છે જે આખી દુનિયામાં પસંદ કરવામાં આવે છે. ચીનના સ્પ્રિંગ રોલ્સ, ઇટાલીના પિઝા અને જાપાનની સુશીની જેમ પરંતુ જાપાનમાં માત્ર સુશી જ નહીં પરંતુ એક ડ્રિંક પણ છે જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ પીણાને આજે યુનેસ્કો દ્વારા સાંસ્કૃતિક વારસાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આના પરથી અંદાજ લગાવી શકો છો કે તે કેટલી ફેમસ છે અને કેટલી પસંદ કરવામાં આવી રહી છે.
આ પ્રખ્યાત પીણાનું નામ છે સાકે. આ પીણું યુનેસ્કો દ્વારા સાંસ્કૃતિક હેરિટેજ સ્ટેટસની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. સાકે ડ્રિંક જાપાનમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે અને ત્યાંની મોટાભાગની ઇવેન્ટ્સમાં તેનો સમાવેશ થાય છે. તે પરંપરાગત રીતે પીવામાં આવે છે. તેના માટે ઓચોકો (નાના ગ્લાસ)નો ઉપયોગ થાય છે. સાકે એક જ ઘૂંટમાં પીવામાં આવે છે.
'સાકે ' પીણું કેવી રીતે તૈયાર થાય છે?
સાકે ડ્રિંક એ એક પ્રકારનો દારૂ છે. તેને બનાવવા માટે જાપાનના બ્રાઉન રાઈસનો ઉપયોગ કરવામાં આવે છે. ચોખાના ઉપરના સ્તરને દૂર કરવામાં આવે છે. પછી ચોખા ધોવાઇ જાય છે. ચોખા ધોયા પછી એ જ ચોખાને આથો આપવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા બાદ તેમાં આલ્કોહોલ ઉમેરવામાં આવે છે.
જાપાનીઝ સાકે પીવાના ફાયદા
જાપાનીઝ સાકે એ એક પ્રકારનો દારૂ છે પરંતુ જાણીને નવાઈ લાગશે કે આ દારૂ પીવાના ઘણા ફાયદા છે. ખરેખર, સાકેમાં એડિનોસિનનું પ્રમાણ વધુ હોય છે, જે રક્ત વાહિનીઓના સંકોચનને ઘટાડે છે. આ સિવાય તેમાં ગ્લુટામાઇડ એસિડ અને આર્જિનિન હોય છે જે સંરક્ષણ પ્રણાલીને મજબૂત બનાવે છે. સાકેમાં જોવા મળતા પેપ્ટાઈડ્સ બ્લડપ્રેશર અને ડાયાબિટીસને સંતુલિત રાખવામાં પણ મદદ કરે છે. આ સાથે તેને પીવાથી ત્વચામાં ચમક આવે છે અને ત્વચાના રંગને ખરાબ થતા પણ અટકાવે છે. આ કેટલાક કારણો છે કે શા માટે તેને જાપાનમાં ખૂબ પસંદ કરવામાં આવે છે અને તે ખૂબ જ લોકપ્રિય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમણિપુરમાં JDU એ ભાજપને ઝટકો આપ્યો, સરકારમાંથી ટેકો પાછો ખેંચ્યો; શું નીતિશ કુમાર ફરી પાછા ફરશે?
January 22, 2025 05:34 PM'પુષ્પા 2'ના દિગ્દર્શકના ઘરે આવકવેરા વિભાગનો દરોડો, સુકુમાર એરપોર્ટ પર ઝડપાયા
January 22, 2025 05:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech