તળાજા પંથકમાં રહેતા શ્રમજીવી પરિવારની તેર વર્ષીય બાળાનું અપહરણ કરાયાની ફરિયાદ તળાજા પોલીસ મથકમાં નોંધાવાતા પોલીસે બાળાનીશોધખોળ હાથ ધરી છે. બાળાના અપહરણની ઘટનાના પગલે ભારે ચકચાર મચી હતી. અપહ્રુત બાળાના પરિવારજનો દ્વારા નોંધાવેલી ફરિયાદમાં તળાજા તાલુકાના જુના શોભાવડ ગામના એક શખ્સ સામે શંકા જતાવી હતી.
તળાજા પોલીસ સૂત્રોથી ઉપલબ્ધ વિગતો મુજબ પંથકમાં રહેતા શ્રમજીવી પરિવાર દ્વારા એવા મતલબની ફરિયાદ નોંધાવાઈ હતી કે ગત રાત્રીના તેમના ઘરે સગાઓ આવ્યા હોવાથી મોડે સુધી પૂરો પરિવાર સગા-સ્નેહીઓ સાથે બેઠો હતો અને મોડી રાત્રે સગાઓ ગયા બાદ પરિવારના માતા-પિતા રૂમની બહાર સુતા હતા જયારે પરિવારની પુત્રીઓ રૂમમાં સૂતી હતી.
(અનુસંઘાન પાના નં. ૬ ઉપર)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅરબ સાગરમાં માત્ર 60 કિમીના જ અંતરે ભારત-પાકિસ્તાન નૌકાદળ અભ્યાસ કરશે
May 09, 2025 02:23 PMમહાનગરપાલિકામાં ભરતી શરૂ કરો; મ્યુનિ.કમિશનર સામે યુનિયન મેદાને
May 09, 2025 02:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech