મકરાણી સમાજ સ્તરે સમુહ લગ્નના પ્રસંગ યોજવા લગ્નમાં થતા બેફામ ખર્ચમાંથી સમાજને મુકિત અપાવવા સમાજને સામાજીક, શૈક્ષણિક રીતે સક્ષમ બનાવવાના ખાસ સંકલ્પ ગત તા.ર૧-૧૧-૨૦૨૪ને ગુરૂવાર ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે મકરાણી કોમ્યુનીટી હોલ, કિશાન ચોક પાછળ,જામનગર ખાતે મકરાણી સમાજ સહિતના વિવિધ સમાજના ધાર્મિક-સામાજિક-રાજકીય આગેવાનોની ખાસ ઉપસ્થિતીમાં મકરાણી જમાત કજલસ્તાન અને ગેબનશાપીર-જામનગરના બંધારણના નિયમ-૪ હેતુ(૩)ની જોગવાઈને અનુલક્ષીને યોજવામાં આવેલ મકરાણી તુતીય સમુહ લગ્ન સમારોહ-૨૦૨૪ સંપન્ન થયેલ છે.
હાજી મુસ્તાક બાપુ બ્લોચ, મૌલાના ફૈઝલ હશન બાપુ બ્લોચ દ્વારા ૧૦ દુલ્હા-દુલ્હનની નિકાહ પઢાવવામાં આવેલ. ઉપસ્મિત તમામ આગેવાનોએ નવયુગલોને હાર્દિક શુભેચ્છાએ પાઠવેલ. કરીયાવરના દાતાઓ તરફથી મળેલ કપડાં, વાસણ, પહેરામણી,અન્ય વસ્તુઓ સહિત કુલ-૭૯ વસ્તુઓ(આઈટમ) કરીયાવર રૂપે આપવામાં આવેલ હતું. મકરાણી જમાત કબ્રસ્તાન અને ગેબનશાપીર, જામનગરના પ્રમુખ જાનમામદ મામદભાઈ બ્લોચ, સેક્રેટરી અબ્બાસભાઈ હાજીભાઈ બ્લોચની સંયુક્ત અખબારી યાદીમાં ખાસ જણાવાયુ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને કર્યો 125%, મોટાભાગના દેશો માટે 90 દિવસનો વિરામ કર્યો જાહેર
April 09, 2025 11:31 PMગોંડલ રાજવાડી હુમલો: 22 વર્ષ જૂના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
April 09, 2025 10:38 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 09, 2025 07:21 PMGujarat: વર્ષ 2025-26નું શાળાકીય કેલેન્ડર જાહેર: સપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા, 80 દિવસની રજા
April 09, 2025 07:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech