રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએસનના (ખંઢેરી) સ્ટેડિયમમાં આજથી ઇન્ડિયા-ઈંગ્લેંડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચનો રોમાંચિત મુકાબલો સવારે 9.30 કલાકે શરૂ થયો હતો. એ પૂર્વે મહત્વપૂર્ણ ગણાતા ટોસમાં ટિમ ઇન્ડિયાએ બાઝી મારી ટોસ વિનર થતા કેપ્ટન રોહિત શમર્એિ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટિમના ઓપ્નર બેટ્સમેન કેપ્ટન રોહિત શમર્િ અને યશસ્વી જયસ્વાલ મેદાનમાં ઉતયર્િ હતા. જેમાં યશશ્વી જયસ્વાલ 10 બોલમાં 10 રન અને વનડાઉનમાં ઉતરેલા શુભમન ગિલ નવ બોલ રમી ઝીરો રનમાં આઉટ થયો હતો. જ્યારે ત્રીજી વિકેટ રજત પાટીદારના પમાં ભારતે ગુમાવી હતી. પ્રથમ બંને બેટરોને ઇંગ્લેંડના ફાસ્ટ બોલર માર્ક વુડે શિકાર બનાવ્યા હતા. શરૂઆતમાં જ ઇન્ડિયાએ બે વિકેટ ગુમાવી દેતા હાલ ટિમ માટે પ્રેશરમાં રમવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. આ લખાય છે ત્યારે ટિમ ઇન્ડિયાનો સ્કોર 8 ઓવરના અંતે બે વિકેટ ગુમાવી 32 રન બનાવ્યા છે, રોહિત શમર્િ અને રવિન્દ્ર જાડેજા રમતમાં છે.
ભારત ટીમ
યશસ્વી જયસ્વાલ, રોહિત શમર્િ (સી), શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (ડબ્લ્યુ), રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
ઇંગ્લેન્ડ ટીમ
ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (સી), બેન ફોક્સ (ડબ્લ્યુ), રેહાન અહેમદ, ટોમ હાર્ટલી, માર્ક વુડ, જેમ્સ એન્ડરસન
સમતોલ પીચ શઆતમાં ફાસ્ટ બોલર્સ-બેટર્સ માટે મદદપ થનારી
રાજકોટની પીચની વાત કરીએ તો બીસીસીઆઈના દીપ દાસ ગુપ્તાએ પીચનો રિપોર્ટ આપતા જણાવ્યું હતું કે, પીચ એકદમ અદભુત સપાટી સાથેની છે થોડીક ટુ-ટોન, વિકેટની નજીક થોડી સૂકી તિરાડો છે પરંતુ જેમ જેમ નીચે જોવામાં આવે તો ત્યાં ઘાસ છે જે પ્રારંભિક ઓવરમાં ઝડપી બોલરો માટે વધુ મદદરૂપ બનશે. સ્ટમ્પ્ની બહાર થોડો ખરબચડો ભાગ છે જે જે બે દિવસ બાદ સ્પ્નિરો માટે મદદરૂપ બનશે. આપ ઉપરાંત વિકેટ ઉપરનું ઘાસ સીમરને પણ શરૂઆતમાં મદદરૂપ બનશે. જયારે શરૂઆતના 2 થી ત્રણ દિવસો બેટિંગ કરનારી ટિમ માટે ખુબ સારા રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech