ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જ્યાં એક ધારાસભ્યના ઘરેથી પાણીની ટાંકી અને નળની ચોરી થઈ છે. ધારાસભ્યના સત્તાવાર નિવાસસ્થાનમાંથી ચોરીની આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે. હાલ પોલીસે એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે. સીસીટીવી વગેરેની ચકાસણી કરવામાં આવી રહી છે.
સિદ્ધાર્થનગર જિલ્લાના શોહરતગઢ સીટના ધારાસભ્ય વિનય વર્માના સત્તાવાર નિવાસસ્થાને ચોરી થઈ હતી. ચોરે તેમના ઘરેથી ટાંકી અને નળની ચોરી કરી છે. માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી, ડોગ સ્કવોડ સહિત અન્ય ટીમો તૈનાત કરી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
ધારાસભ્ય વિનય વર્માના ઘરે થયેલી આ ચોરી માટે એફઆઈઆર નોંધવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે બટલર પેલેસ કોલોનીના સરકારી આવાસમાં કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન ચોરોએ તક ઝડપી લીધી અને તેને લઈને ફરાર થઈ ગયા. ચોરોએ ડાઇનિંગ રૂમ અને બાથરૂમના નળ તોડી નળની ચોરી કરી હતી.
ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. મામલો ચર્ચાનો વિષય બન્યો છે. આ સમગ્ર મામલો હઝરતગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત બટલર પેલેસ કોલોનીના સરકારી આવાસ સાથે સંબંધિત છે. આ વિસ્તાર ખૂબ જ VIP છે અને પોલીસ પાર્ટી હંમેશા હાજર રહે છે. તેમ છતાં ચોરી થઇ એ ઘણા પ્રશ્નો ઉભા કરે છે.
ચોરોએ સિદ્ધાર્થનગરના શોહરતગઢના અપના દળ (એસ)ના ધારાસભ્ય વિનય વર્માના સત્તાવાર નિવાસસ્થાનના બાથરૂમમાંથી અન્ય કીમતી ચીજવસ્તુઓ સાથે નળ અને પ્લમ્બિંગ એસેસરીઝની પણ ચોરી કરી હતી. ધારાસભ્ય દ્વારા આપવામાં આવેલી ફરિયાદ પર હઝરતગંજ પોલીસ સ્ટેશન હવે એફઆઈઆર નોંધીને મામલાની તપાસ કરી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMવાવ વિધાનસભા પેટા ચૂંટણી: મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, આ તારીખે મતગણતરી
November 22, 2024 05:45 PM10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech