નીતિશ કુમારે ઉદઘાટન કરેલા મેદાનમાંથી ૫ જ દિવસમાં ચોરો લાઈટ ચોરી ગયા

  • February 13, 2025 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બિહારના મુંગેરમાં ૫ ફેબ્રુઆરીએ જે રમતના મેદાનનું મુખ્યમંત્રી નીતિશ કુમારે ઉધ્ઘાટન કયુ હતું ત્યાં પાંચ જ દિવસમાં ચોરી થઇ છે. ચોરો મેદાનમાં લગાવેલી ચાર સોલાર લાઇટ લઈ ગયા છે. આ મામલે ફરિયાદ મળ્યા બાદ પોલીસે તપાસ શ કરી છે.
મળતી માહિતી મુજબ, આ ઘટના નૌગઢી રમતના મેદાનમાં બની હતી. અહીં મનરેગા હેઠળ ૪૪ લાખ પિયા ખર્ચીને મેદાન બનાવવામાં આવ્યું હતું. આ સાથે ૩ લાખ પિયાના ખર્ચે ૮ સોલાર લાઇટો પણ લગાવવામાં આવી હતી, જેમાંથી અડધી હવે ગાયબ છે.
આ ઘટના ત્યારે આમે આવી યારે ખેલાડીઓ દોડવા માટે મેદાન પર પહોંચ્યા, ત્યારે તેમને મેદાનના પશ્ચિમ છેડે અંધાં દેખાયું. શઆતમાં, તેમને લાગ્યું કે કોઈ ટેકનિકલ ખામીને કારણે લાઈટો બધં થઈ ગઈ છે પરંતુ યારે તે નજીક આવ્યા ત્યારે તેમણે જોયું કે ચારેય થાંભલાઓ પરથી સોલાર લાઈટો ગાયબ હતી. ત્યારેબાદ તરત જ ખેલાડીઓએ રમતના મેદાનની દેખરેખ રાખતી સમિતિને જાણ કરી, ત્યારબાદ સમિતિના પ્રમુખ સર્વેશ કુમાર શર્મા અને અન્ય સભ્યોએ નયારામનગર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી.
ઘટનાની માહિતી મળતા જ પોલીસ હરકતમાં આવી ગઈ અને મામલાની તપાસ શ કરી દીધી. પોલીસે ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે અને ટૂંક સમયમાં ચોરોને શોધી કાઢવાનો દાવો કર્યેા છે. આ ઘટના બાદ સ્થાનિક લોકો અને ખેલાડીઓ ગુસ્સે છે.
તેમણે વહીવટીતત્રં પાસે માંગણી કરી છે કે રમતના મેદાનની સુરક્ષા માટે રાત્રે ગાર્ડ તૈનાત કરવામાં આવે જેથી આવી ઘટનાઓને અટકાવી શકાય



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application