રાજકોટમાં ચોર મચાયે શોર: કોઠારીયામાં વેપારીના મકાનમાંથી રૂા.૬૭ હજારની ચોરી

  • January 25, 2024 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં ચોર મચાયે શોરની જેમ ગત અઠવાડીયે ઇમિટેશન માર્કેટમાં ૯.૫૦ લાખની ચોરી બાદમાં ગઇકાલે આજી જીઆડીસીમાં ૧૫ લાખની ચોરી ઉપરાંત હનુમાન મઢી પાસે છોટુગનરમાં શાકભાજીના ધંધાર્થીના મકાનમાંથી ૩.૯૦ લાખની ચોરી થયા બાદ વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. કોઠારીયા ગામે તસ્કરોએ બધં મકાનને નિશાન બનાવી અહીંથી રોકડ .૪૦ હજાર અને ચાંદીની ગાય,સિક્કા અને નાકના દાણા સહિત કુલ .૬૭ હજારની મત્તા ઉસેડી ગયા હતાં.વેપારી અને તેમના માતા મુંબઇ લપ્રસંગમાં ગયા હોય દરમિયાન તેમના બધં મકાનને નિશાન બનાવી ચોરીના આ બાનાવને અંજામ આાઆ અંગે મકાનમાલિક દ્રારા આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવતા પોલીસે ગુનો નોંધી તસ્કરોના સગડ મેળવવા તપાસ હાથ ધરી છે.ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,કોઠારીયા ગામે ચબુતરાની બાજુમાં રહેતા પરિમલભાઇ ભરતકુમાર જીવરાજાની(ઉ.વ ૪૩) નામના લોહાણા વેપારીએ ચોરીની આ ઘટના અંગે ફરિયાદ નોંધાવી છે.વેપારીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,અહીં મકાનમાં તે તથા તેના માતા રહે છે અને તેમને કોઠારીયા રોડ પર પરીમલ પેઇન્ટ એન્ડ હાર્ડવેર નામની દુકાન આવેલી છે.ગતા તા. ૧૯૧ ના રોજ બપોરના સમયે તે તથા તેમના માતા વર્ષાબેન બંને ઘરને તાળું મારી મુંબઇ માસીના દીકરાના લ પ્રસંગે ગયા હતાં.બાદમાં ગઇકાલે બપોરના સમયે ઘરે પરત ફરતા ડેલીનું તાળું ખોલી અંદર જતા અહીં જાળીનો નકુચો તુટેલો હોય અંદર સામાન વેરવિખેર હોય ચોરી થયાનું માલુમ પડયું હતું.બાદમાં મકાનમાં તપાસ કરતા અહીં મકાનમાં મમાં રાખેલી લોખંડની નાની અને મોટી બંને તિજોરી તુટેલી હાલતમાં જોવા મળી હતી.તપાસ કરતા મોટી તિજોરીમાંથી રોકડ .૩૫ હજાર અને એક ચાંદીની ગાય,૧૫ ચાંદીના સિક્કા, લોખંડની નાની તિજોરીમાં રાખેલ રોકડ .૫ હજાર અને ૧૧ સોનાના નાકના દાણા મળી કુલ . ૬૭ હજારની મત્તાની ચોરી થઇ ગઇ હોવાનું માલુમ પડયું હતું.જેથી તેમણે આ અંગે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફટેજ ચકાસી તેના આધારે તસ્કરોના સગડ મેળવવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application