દોઢ મહિના પૂર્વે જેલમુકત થયેલા રીઢા ચોરે રિક્ષામાં મુસાફરના નાણાં પડાવ્યા

  • February 07, 2025 02:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ચોરી સહિતના દોઢ ડઝનથી વધુ ગુનામાં સંડોવાયેલા અને દોઢ મહિના પૂર્વે જ પાસા બાદ જેલમુકત થયેલા કુખ્યાત ધનજી ઉર્ફે ધનાએ તેના સાથીદાર સાથે મળી રિક્ષામાં મુસાફરની . ૪૦૦૦ રોકડ પડાવી લીધી હતી. જે અંગે મુસાફરે પોલીસને જાણ કરતા પ્ર.નગર પોલીસે ગણતરીની કલાકોમાં બંનેને ઝડપી લીધા હતા. બેલડી પાસેથી રીક્ષા મુસાફર પાસેથી પડાવી લીધેલ રોકડ, મોબાઈલ સહિત ૮૯,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
જાણવા મળતી વિગતો મુજબ, ખડિયાપરા મફતિયાપરા વિસ્તારમાં રહેતા જીતેશ રાયસંગભાઈ દેલવાણીયા(ઉ.વ ૩૦) નામના યુવાને ગઈકાલે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, સવારે દસેક વાગ્યે તે ગ્રીનલેન્ડ ચોકડીએ પોતાનું વાહન રીપેરીંગમાં આપ્યું હોય જે રીપેરીંગના પૈસા તેને આપવાના હોય જેથી પિયા ૪૦૦૦ લઈ ગાડી લેવા માટે જતો હતો. દરમિયાન કોઠી કમ્પાઉન્ડ રેલવે સ્ટેશન પાસેથી તે રીક્ષામાં બેઠો હતો. જે રીક્ષામાં અગાઉથી એક શખસ બેઠો હોય દરમિયાન રીક્ષા રેલવે હોસ્પિટલના ગેટ પાસે પહોંચતા બાજુમાં બેઠેલા આ શખસે યુવાન પાસેથી બળજબરીપૂર્વક પિયા ૪૦૦૦ આંચકી લઈ તેને ઉતારી દીધો હતો. બાદમાં રીક્ષા ખટારા સ્ટેન્ડ તરફ લઈ આ બંને શખસો નાસી ગયા હતા જે અંગે યુવાને પ્ર. નગર પોલીસમાં ફરિયાદ કરી હતી.
બનાવને લઇ પ્ર.નગર પોલીસ મથકના પીઆઈ પી.આર ડોબરીયાની રાહબરી હેઠળ પી.એસ.આઇ.એ.બેલીમ તથા તેમની ટીમને તાકીદે તપાસ શ કરી હતી. દરમિયાન કોન્સ્ટેબલ ચાપરાજભાઈ ખવડ અને તોફિકભાઈ મંઘરાને મળેલી બાતમીના આધારે મુસાફર પાસેથી રોકડ આંચકી લેનાર બંને શખસો ધનજી ઉર્ફે ધનો દેવજીભાઈ ગેડાણી (ઉ.વ ૪૨ રહે. પોપટપરા શેરી નંબર ૪૧૦ નો ખૂણો) અને સચિન ખોડીરામ આમકર (ઉ.વ ૩૪ રહે. પોપટપરા, રઘુનંદન સોસાયટી)ને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રોકડ પિયા ૪૦૦૦, બે મોબાઈલ ફોન અને રીક્ષા સહિત ૮૯ હજારનો મુદ્દામાલ કબજે કર્યેા હતો.પોલીસે જણાવ્યું હતું કે, ઝડપાયેલ આરોપી પૈકી ધનજી ઉર્ફે ધનો રીઢો ગુનેગાર છે દોઢ મહિના પૂર્વે તે પાસામાંથી જેલમુકત થયો હતો. આરોપી ધનજી રિક્ષામાં પાછળ મુસાફર તરીકે બેસતો અને અન્ય આરોપી રિક્ષા ચલાવતો હોય દરમિયાન મુસાફરની રોકડ અને મોબાઈલ સેરવી લેવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. આ બેલડીએ અન્ય કોઈ મુસાફરને શિકાર બનાવ્યા છે કે કેમ? તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે

ધનજી ઉર્ફે ધના સામે ૧૫ ગુના, બે વખત પાસા પણ થયા
આરોપી ધનજી ઉર્ફે ધના સામે શહેરના ગાંધીગ્રામ, પ્ર. નગર, એ.ડિવિઝન, બી ડિવિઝન,ડીસીબી,આજીડેમ ઉપરાંત અમદાવાદના કેરેલા, વિરમગામ સહિતના પોલીસ સ્ટેશનમાં મળી ચોરી, ચીલઝડપ સહિતના ૧૬ ગુના નોંધાઈ ચૂકયા છે. તેમજ વર્ષ ૨૦૨૩ અને ૨૦૨૪ માં બે વખત તે પાસા હેઠળ જેલની હવા પણ ખાઈ ચુકયો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application