જામનગરમાં કિંમતી મોબાઈલની ચોરી કરનાર ઝડપાયો

  • February 15, 2024 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર માં સુભાષ બ્રિજ પરથી પસાર થઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલા એક યુવાનનો કિંમતી મોબાઈલ ફોન ચોરાયો હતો, જે મોબાઈલ ફોનની ચોરી કરનાર તસ્કરને એલસીબીની ટીમે ઝડપી લીધો છે.
જામનગરમાં મંગલબાગ શેરી નંબર-૧માં રહેતો કરણ હિતેશભાઈ પરસોડા નામનો યુવાન સુભાષ બ્રિજ પર એક ખાનગી લક્ઝરી બસમાંથી પસાર થઈ રહ્યો હતો જેનો રૂપિયા ૫૬,૯૯૯ની કિંમતનો મોબાઈલ ફોન ચોરી થઈ ગયો હતો. જે મોબાઈલ ફોનની ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબીની ટુકડીને સફળતા સાંપડી છે.
એલસીબીના કલ્પેશભાઇ, ધનાભાઇ અને ક્રિપાલસિંહને મોબાઇલ ચોરી કરનાર અંગે બાતમી મળી હતી જેના આધારે સુભાષ બ્રિજ પાસેથી ફુગ્ગા વેચતા સુરેશ ભવરલાલ વગરીયા ( ઉ.વ.૨૧) રહે. તળાવની પાળ જામનગર, મૂળ  રાજસ્થાન  ને રૂપિયા ૫૬,૯૯૯ ની કિંમતના ચોરાઉ  મોબાઇલ ફોન સાથે ઝડપી પાડ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application