રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે ગોંડલના ઉમવાડા ચોકડી પાસેથી બે શખસોને .૫૭,૪૯૦ ની કિંમતના પોણા છ કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધા હતાં.બેલડી રાજસ્થાનથી ગાંજાનો આ જથ્થો લાવી હતી.આ અંગે હાલ ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં બંને શખસો સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ,રાજકોટ ગ્રામ્ય એસઓજી પીઆઇ એફ.એ.પારગીની રાહબરી હેઠળ પીએસઆઇ બી.સી.મિયાત્રા તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન એએસઆઇ જયવિરસિંહ રાણા, હેડ કોન્સ.પ્રહલાદસિંહ રાઠોડ, અરવિંદભાઇ દાફડાને એવી બાતમી મળી હતી કે, જેતપુરમાં રહેતો સંજુ વાઘેલા ગોંડલની ઉમવાડા ચોકડી પાસે ઓવરબ્રિજ નજીક ગાંજાનો જથ્થો રાખી ડિલેવરી માટે ઉભો છે.જેથી ટીમ અહીં પહોંચી હતી.
એસઓજીએ અહીંથી સંજુ દિપકભાઇ વાઘેલા(ઉ.વ ૨૦ રહે. અંબર સિનેમા પાછળ,જેતપુર) અને મહેન્દ્ર ઉર્ફે રાજેશ હલીયાભાઇ કટારા(ઉ.વ ૩૨ રહે. ઝેર ગામ તા. આનંદપુરી જી.બસવાડા રાજસ્થાન) ને શંકાસ્પદ હાલતમાં ઝડપી લઇ તેની અંગજડતી લેતા તેમની પાસેથી .૫૭,૪૯૦ ની કિંમતનો ૫ કિલો ૭૪૯ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.જેથી પોલીસે આ બંને શખસોને ઝડપી લઇ તેની સામે ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ બી.સી.મિયાત્રાના ફરિયાદ પરથી એનડીપીએસની કલમ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, જેતપુરનો સંજુ રાજસ્થાનથી ગાંજાનો જથ્થો મહેન્દ્ર પાસેથી લાવતો હતો.આ મહેન્દ્ર પણ અહીં સાથે આવ્યો હતો.ગોંડલમાં ગાંજા માટે ગ્રાહક શોધતા દરમિયાન બંને પોલીસ ઝપટે ચડી ગયા હતાં.આરોપી સંજુ અગાઉ કેટલીવાર આ રીતે રાજસ્થાનથી ગાંજાની ખેપ મારી આવ્યો છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
રાજસ્થાની શખસને જેતપુરથી કપડા લેવા માટે સાથે આવ્યો
પોલીસે જણાવ્યું હતું કે, જેતપુરનો સંજુ રાજસ્થાનના મહેન્દ્ર પાસેથી ગાંજો લાવતો હતો પણ આ વખત મહેન્દ્ર પણ અહીં સાથે આવ્યો હતો જે અંગે પુછપરછ કરતા આ રાજસ્થાની શખસને કપડા લેવા હોય જે જેતપુરમાં સારા મળતા હોય જેથી આ વખતે સંજુ સાથે અહીં આવ્યો હતો.આરોપી સાથે ગાંજાનો જથ્થો પણ લાવ્યો હોય બંને ગોંડલમાં ગ્રાહકની શોધમાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech