દરેક જણ Gmail નો ઉપયોગ કરે છે અને જો કોર્પોરેટ ઓફિસમાં કામ કરો છો, તો કાર્ય Gmail વિના ચાલી શકે નહીં. મોટાભાગના લોકો આ Google પ્લેટફોર્મનો ઉપયોગ માત્ર ઈમેઈલ મોકલવા માટે કરે છે પરંતુ શું જાણો છો કે Gmail પર બીજી ઘણી ટ્રિક્સ છે, જેનો ઉપયોગ કરીને કામ સરળ બનાવી શકો છો અને વધુ સારી રીતે ઈમેઇલ ફોર્મેટિંગ પણ કરી શકો છો.
મલ્ટીપલ ઇનબોક્સ
ઘણીવાર યુઝર્સને આ સમસ્યાનો સામનો કરવો પડે છે કે તેઓને ઘણા બધા ઈમેઇલ મળે છે, જેના કારણે તેમને મેનેજ કરવું મુશ્કેલ બની જાય છે. આ સમસ્યાને ટાળવા માટે તમે મલ્ટીપલ ઇનબોક્સ બનાવી શકો છો અને ઈમેઇલને સરળતાથી મેનેજ કરી શકો છો.
કસ્ટમ શોર્ટકટ
Gmail પર ઝડપથી કામ કરવા માટે કસ્ટમ શૉર્ટકટનો ઉપયોગ કરી શકો છો. તેની મદદથી યુઝર્સ પોતાના કીબોર્ડ શોર્ટકટ બનાવી શકે છે. આની મદદથી કોઈપણ ઈમેઇલને આર્કાઈવ, ડિલીટ અથવા રીડ તરીકે માર્ક કરી શકો છો.
ક્ન્વર્ઝેશન વ્યુ
જો Gmail પર એક જ જગ્યાએ દરેક વિષયના ઈમેઇલ જોવા માંગતા હો, તો આ માટે ક્ન્વર્ઝેશન વ્યૂનો ઉપયોગ કરી શકો છો. તેની મદદથી યુઝર માટે યોગ્ય ઈમેઇલ શોધવામાં સરળતા રહેશે. આ સિવાય યુઝર્સ ઘણા ઈમેલ અને તેના જવાબો પણ જોઈ શકે છે.
ઈ-મેઇલ શેડ્યૂલ ફીચર
જીમેલના આ ફીચરને ઘણા લોકો જાણતા હશે પરંતુ કેટલાક લોકો હજુ પણ આ ફીચરથી અજાણ છે. આ ફીચરની મદદથી તમે કોઈપણ ઈમેઇલ મોકલતી વખતે અગાઉથી સમય સેટ કરી શકો છો, તે જ સમયે તે મેઈલ મોકલવામાં આવશે.
Google Keep ઈન્ટીગ્રેશન
જો યુઝરને ક્યારેય નોટ બનાવવાની જરૂર પડે તો તે તેને Google Keep સાથે સંકલિત કરી શકે છે અને ઇમેઇલમાં જ નોટ બનાવી શકે છે. તે ઈમેલના મુદ્દાઓ યાદ રાખવામાં મદદ કરશે. આ ઉપરાંત તેની મહત્વપૂર્ણ વિગતો પણ યાદ રાખી શકશો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech