Googleની Find My Device એપમાં ઉમેરાશે આ પ્રાઈવસી ફીચર્સ, હવે મોબાઈલ ચોરાઈ જશે તો તરત જ થઈ જશે લોક

  • May 29, 2024 12:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



Google ની Find My Device એપને લઈને ટૂંક સમયમાં કેટલાક નવા ફેરફારો થવા જઈ રહ્યા છે. ફોન ખોવાઈ જવા કે ચોરાઈ જવાના કિસ્સામાં Find My Device ઍપનો ઉપયોગ કરવામાં આવે છે. લેટેસ્ટ અપડેટ મુજબ, Find My Device એપને કેટલીક નવી પ્રાઈવસી ફીચર્સ મળવા જઈ રહી છે.

 એપમાં બાયોમેટ્રિક અનલોક ફંક્શન ઉમેરવામાં આવી રહ્યું છે XDA ડેવલપર્સના તાજેતરના અહેવાલ મુજબ, Find My Device એપને બાયોમેટ્રિક અનલોક ફંક્શન મળશે.


હાલમાં, Find My Device એપ ખોલવા માટે Google એકાઉન્ટનો પાસવર્ડ જરૂરી છે. નવા અપડેટ સાથે, Find My Device એપ્લિકેશનને અનલૉક કરવા માટે ફિંગરપ્રિન્ટ અથવા ચહેરાની ઓળખની જરૂર પડશે.


નવા ફીચર પછી યુઝરને પાસવર્ડ યાદ રાખવાની અને ટાઇપ કરવાની જરૂરિયાત પૂરી રીતે ખતમ થઇ જશે. રિમોટ લોક ફીચર પણ રજૂ કરવામાં આવી રહ્યું છે


એન્ડ્રોઈડ ઓથોરિટીના અન્ય એક રિપોર્ટ અનુસાર, Find My Device એપને રિમોટ લોક ફીચર મળવા જઈ રહ્યું છે.


આ નવા ફીચર સાથે, યુઝરને ફોનને લોક કરવા માટે માત્ર તેમના ફોન નંબરની જરૂર પડશે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ ફીચર એન્ડ્રોઇડ 10 અને તેનાથી ઉપરના OS પર ચાલતા એન્ડ્રોઇડ ફોન માટે લાવવામાં આવી રહ્યું છે. કંપની આ વર્ષના અંત સુધીમાં આ ફીચરને રોલ આઉટ કરી શકે છે.


 Find My Device ફીચરને ઓન કરવા માટે સૌથી પહેલા તમારે સ્માર્ટફોનના સેટિંગમાં જવું પડશે.

 જ્યાં સિક્યુરિટી ઓપ્શન પર ટેપ કરવાનું રહેશે. અહીં તેના પર ટેપ કરીને Find My Device સેટિંગને ચાલુ કરી શકો છો.


આ સિવાય ગૂગલ પ્લે સ્ટોર પરથી Find My Device એપ ડાઉનલોડ કરી શકાય છે. Find My Device ફીચરના વધુ ફાયદા માટે સ્માર્ટફોનનું લોકેશન ઓન હોવું જરૂરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application