જ્યારે બ્લડ શુગર લેવલ સામાન્ય કરતા વધી જાય છે ત્યારે ડાયાબિટીસ થાય છે. આ એક ખૂબ જ ખતરનાક રોગ માનવામાં આવે છે, કારણ કે તેનો કોઈ ઈલાજ નથી. તે માત્ર નિયંત્રિત કરી શકાય છે. વર્ષ 2021માં બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર, 537 મિલિયન એટલે કે 20-79 વર્ષની વય જૂથના 53.7 કરોડથી વધુ લોકો આ રોગથી પ્રભાવિત છે. વર્ષ 2045 સુધીમાં આ આંકડો વધીને 783 મિલિયન એટલે કે 78.3 કરોડથી વધુ થવાની ધારણા છે. ભારતમાં પણ ડાયાબિટીસનો રોગ ઝડપથી વધી રહ્યો છે. હેલ્થ એક્સપર્ટ્સના મતે તેનું કારણ ખરાબ લાઈફસ્ટાઈલ અને ડાયટમાં ગરબડ છે. આ સિવાય જો પરિવારમાં કોઈને આ સમસ્યા હોય તો તે આનુવંશિક પણ હોઈ શકે છે, તેથી વધુ સાવચેતી રાખવાની જરૂર છે. તેને નિયંત્રિત કરવા માટે કેટલીક ટિપ્સ અપનાવી શકો છો...
બ્લડ સુગર કંટ્રોલ કરવા શું કરવું ?
1. કાર્બોહાઇડ્રેટયુક્ત ખોરાક ઓછો લો
આપણે ખોરાકમાં મોટે ભાગે ત્રણ પ્રકારના કાર્બોહાઈડ્રેટનો ઉપયોગ કરીએ છીએ. તેમાં સ્ટાર્ચ, ખાંડ અને ફાઈબર હોય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે સ્ટાર્ચ અને ખાંડ વધુ હાનિકારક છે કારણ કે શરીર તેમને ગ્લુકોઝમાં તોડે છે. જ્યારે આમાં ભરપૂર વસ્તુઓ ખાવાથી બ્લડ સુગર ઝડપથી વધી શકે છે. આવી સ્થિતિમાં આવા ખોરાકને ટાળીને બ્લડ સુગરને નિયંત્રિત કરી શકાય છે.
2. રાત્રે જમવાનો સમય બદલો
જો મોડી રાત્રે ભોજન કરો છો તો ગંભીર સમસ્યાઓનો શિકાર બની શકો છો. મોડી રાત્રે ખોરાક ખાવાથી મેટાબોલિક સમસ્યાઓ થઈ શકે છે. મોટાભાગના અભ્યાસોમાં નિષ્ણાતો કહે છે કે રાત્રિભોજન સાંજે 6-7 વાગ્યા સુધીમાં ખાવું જોઈએ. ખાધા પછી ઓછામાં ઓછા 10-15 મિનિટ ચાલવું જોઈએ. આ કાર્બોહાઇડ્રેટ્સ બચાવવામાં મદદ કરે છે.
3. શારીરિક પ્રવૃત્તિ કરતા રહો
જો ડાયાબિટીસથી બચવું હોય કે બ્લડ સુગરને કંટ્રોલ કરવો હોય તો જીવનશૈલી બદલવી જોઈએ. જાતને શારીરિક રીતે સક્રિય રાખો. ઘણા કલાકો સુધી બેસીને કામ ન કરવું, કસરત ન કરવાથી ડાયાબિટીસનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં દરરોજ ઓછામાં ઓછી 40 મિનિટ કસરત કરો. જેઓ શારીરિક રીતે કંઈ કરતા નથી તેમને ડાયાબિટીસનું જોખમ વધારે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભરતનગરમાં વરસાદનું વિઘ્ન હટતા મસ્જિદનું દબાણ દૂર કરવા કાર્યવાહી
May 09, 2025 04:59 PMભાવનગર ડાયમન્ડ એસો. ના પ્રમુખ સામે ગુનો દાખલ થતા હિરાના વેપારીઓએ વિરોધદર્શક બંધ પાળ્યો
May 09, 2025 04:54 PM‘કાતર કેમ મારે છે’ કહીં પાંચ શખ્સોએ યુવાનનું ઢીમ ઢાળી દીધું
May 09, 2025 04:35 PMસિહોર નગરપાલિકા ચીફ ઓફિસર સામે ધરણા, ગાંધીગીરી અને ખુલ્લો મોરચો
May 09, 2025 04:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech