મોદી કેબિનેટમાં સ્થાન પામનાર આ છે સાત મહિલા

  • June 10, 2024 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે ૯ જૂને રાષ્ટ્ર્રપતિ ભવન ખાતે ત્રીજી વખત વડાપ્રધાન શપથ લીધા છે. મોદી કેબિનેટમાં આ વખતે ૭ મહિલા સાંસદોને સ્થાન મળ્યું છે. જેમાં નિર્મલા સીતારમણ, અન્નપૂર્ણા દેવી, અનુપ્રિયા પટેલ, શોભા કરંદલાજે, રક્ષા ખડસે, સાવિત્રી ઠાકુર અને નીમુબેન બાંભણિયા સામેલ છે. ૬૪ વર્ષીય નિર્મલા સીતારમણ રાયસભા સાંસદ છે. યારે અન્નપૂર્ણા દેવી (ઉ.વ. ૫૫ વર્ષ) ઝારખંડની કોડરમા બેઠકમાંથી જીત્યા છે. રક્ષા ખડસે મોદી કેબિનેટના સૌથી યુવા મહિલા સાંસદ છે. ૩૭ વર્ષીય રક્ષા ખડસે એનસીપીના નેતા એકનાથ ખડસેના દિકરાની વહત્પ છે. જે રોવર બેઠકમાંથી જીત્યા છે.


નિર્મલા સીતારમણ
નિર્મલા સીતારમણે ૩૧ મે, ૨૦૧૯માં કોર્પેારેટ બાબતોના મંત્રી અને ભારતના ૨૮માં નાણા મંત્રી બન્યા હતા. તેમણે ભારતની બીજી મહિલા રક્ષા મંત્રી તરીકે પણ કામ કયુ છે. સીતારમણ ૨૦૦૬માં ભાજપમાં સામેલ થયા હતા. ૨૦૧૦માં પક્ષના રાષ્ટ્ર્રીય પ્રવકતા બન્યા. ૨૦૧૪માં મંત્રીમંડળમાં આંધ્રપ્રદેશમાંથી જૂનિયર મંત્રી તરીકે સામેલ થયા હતા.આંધ્રપ્રદેશમાંથી રાયસભાના સભ્ય પદે ચૂંટાયા હતા"

અન્નપૂર્ણા દેવી
મોદી કેબિનેટમાં ઝારખંડમાંથી ચૂંટાઈ આવેલા અન્નપૂર્ણા દેવી બીજી વખત સાંસદ બન્યા છે. ૨૦૧૯માં કોડરમામાંથી ભાજપ તરફથી ચૂંટણી લડા હતા. અગાઉ ભાજપે તેમને શિક્ષણ રાજયમંત્રી બનાવ્યા હતાં. આ વખતે બીજી વખત મંત્રી પદ આપવામાં આવ્યું છે. અન્નપૂર્ણા દેવી યાદવ ભાજપના રાષ્ટ્ર્રીય ઉપાધ્યક્ષોમાંથી એક છે.અન્નપૂર્ણા દેવી પહેલા આરજેડીમાં હતાં.


અનુપ્રિયા પટેલ
અનુપ્રિયા પટેલ ઉત્તરપ્રદેશના રાજકારણમાં સૌથી યુવા મહિલાનો ચહેરો છે. તે પોતાના પિતા સોનેલાલની પાર્ટી અપના દળ (એસ)નું પ્રતિનિધિત્વ કરે છે. અપના દળ પાર્ટી બે જૂથમાં વહેંચાયેલી છે. અપના દળ (એસ) જે અનુપ્રિયા પટેલના નામથી જાણીતી છે. અને અપના દળ (કૃષ્ણા પટેલ જૂથ)નું પ્રતિનિધિત્વ તેમની માતા કરે છે.

શોભા કરંદલાજે
ત્રીજી વખત લોકસભા સાંસદ શોભા કરંદલાજે ફરી એકવાર મોદી મંત્રીમંડળમાં સામેલ તયા છે. અગાઉ તે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયમાં રાયમંત્રી હતા. ૫૭ વર્ષીય શોભા સામાજિક કાર્યેામાં ગ્રેયુએશન અને સમાજ શાક્રમાં એમએનો અભ્યાસ કર્યેા છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદુરપ્પાના અંગત લોકોમાં સામેલ શોભાનો ભાજપ સાથે સંબધં ૨૫ વર્ષ જૂનો છે.


રક્ષા ખડસે
મોદી મંત્રીમંડળમાં સામેલ રક્ષા ખડસેને કોમ્પ્યુટર સાયન્સમાંથી બીએસસી સુધીનો અભ્યાસ કર્યેા છે. ૩૭ વર્ષીય રક્ષા ખડસે મહારાષ્ટ્ર્ર ભાજપના કદાવર નેતા એકનાથ ખડસેના દિકરાની વહત્પ છે. ખડસે ૨૬ વર્ષીય વયમાં પ્રથમ વખત સાંસદ બન્યા હતા. તેમના પતિ નિખિલ ખડસેએ ગોળી મારી આત્મહત્યા કરી હતી

સાવિત્રી ઠાકુર
ધાર લોકસભા બેઠકમાંથી જીત હાંસલ કરનારી આદિવાસી મહિલા સાવિત્રી ઠાકુર સાંસદ અને કેન્દ્રીય મંત્રીમંડળમાં મધ્ય પ્રદેશના માલવા અને નિમાડ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરશે. ૪૬ વર્ષીય સાવિત્રી ઠાકુર મધ્યપ્રદેશમાં ભાજપનો લોકપ્રિય ચહેરો છે. પંચાયતથી માડી સંસદ સુધીની સફર તેમણે જોઈ છે. ૨૦૨૪માં ફરી પાછા સાંસદ બન્યા છે.


નિમુબેન બાંભણિયા
નિમુબેન ગુજરાતના ભાવનગરના સાંસદ છે. લોકસભા ચૂંટણી પહેલાં તેઓ મેયર પણ હતા. ભાવનગરમાંથી પૂર્વ સાંસદ ભારતીબેન શિયાળના સ્થાને તેમણે ચૂંટણી લડી હતી. જેમાં વિપક્ષને સાડા ચાર લાખ મતોની જંગી બહત્પમતીથી હરાવ્યા હતા. ૧૯૬૬માં જન્મેલા નિમુબેન સાયન્સ સ્ટ્રીમમાં ગ્રેયુએટ છે, અને બીએડ પણ કયુ છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application