દેશભરમાં આજરોજ ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી રહી છે. ગણેશ ચતુર્થીની ઉજવણી સમગ્ર મહારાષ્ટ્રમાં ભવ્ય શૈલીમાં કરવામાં આવે છે. ખાસ કરીને મુંબઈમાં લોકો દૂર-દૂરથી ગણપતિ પૂજા જોવા આવે છે. મુંબઈની જેમ બોલિવૂડમાં પણ આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. સ્ટાર્સ પણ બાપ્પાની પૂજામાં વ્યસ્ત જોવા મળે છે. ઘણા સ્ટાર્સ પોતાના હાથથી બાપ્પાની મૂર્તિ બનાવે છે. તો ચાલો તમને જણાવીએ ક્યાં ક્યાં સ્ટાર પોતાના હાથે બપ્પાની મૂર્તિ બનાવે છે.
બોલિવૂડ એક્ટર રિતેશ દેશમુખ ઘરમાં બાપ્પાની મૂર્તિની સ્થાપના કરે છે અને આ માટે તે પોતાના હાથથી ભગવાન ગણેશની મૂર્તિ બનાવે છે. રિતેશ વર્ષોથી બ્પ્પાની મૂર્તિ બનાવી રહ્યાં છે. ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવીને રિતેશ લોકોને એક ખાસ સંદેશ પણ આપે છે. એટલું જ નહીં અભિનેતાની જેમ તેના બાળકો પણ હવે ગણેશ ચતુર્થી પહેલા ગણપતિ બાપ્પાની મૂર્તિ બનાવે છે.
'પવિત્ર રિશ્તા' ફેમ ટીવીના લોકપ્રિય અભિનેતા અને હોસ્ટ ઋત્વિક ધનજાની પણ બાપ્પાના સાચા ભક્ત છે અને તેમની ભક્તિ દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે જોવા મળે છે. અભિનેતા દર વર્ષે પોતાના હાથથી બાપ્પાની મૂર્તિ બનાવે છે અને પછી ઘરે પંડાલ સજાવીને તેની સ્થાપના કરે છે. તેની મૂર્તિ બિલકુલ પ્રોફેશનલ જેવી છે અને આ માટે તે ઘણા દિવસો સુધી મહેનત કરે છે.
TV એક્ટર કરણ વાહી પણ તેના મિત્ર ઋત્વિક ધનજાનીની જેમ બાપ્પાની મૂર્તિ બનાવે છે. દર વર્ષે બંને સાથે મળીને બાપ્પાની મૂર્તિ તૈયાર કરે છે અને પછી મિત્રો સાથે ધામધૂમથી ઉજવણી કરે છે. દર વર્ષે કરણ વાહી મૂર્તિ બનાવવાની સમગ્ર પ્રક્રિયા સોશિયલ મીડિયા પર બતાવે છે અને પછી ઉજવણીની ઝલક પણ શેર કરે છે.
TV અને મરાઠી ફિલ્મ અભિનેતા રાકેશ બાપટ માત્ર અદ્ભુત અભિનય જ નથી કરતા પણ અદ્ભુત શિલ્પો પણ બનાવે છે. એક્ટર હોવા ઉપરાંત રાકેશ એક પ્રોફેશનલ કલાકાર પણ છે. વર્ષોથી રાકેશ દર વર્ષે ગણેશ ચતુર્થી પહેલા ગણપતિ બાપ્પાની મૂર્તિ બનાવે છે અને તૈયાર કરે છે. એટલું જ નહીં રાકેશ સંપૂર્ણ મરાઠી શૈલીમાં પૂજા પણ કરે છે.
'દ્રશ્યમ'માં અજય દેવગનની દીકરીની ભૂમિકા ભજવીને દરેક ઘરમાં લોકપ્રિય બનેલી અભિનેત્રી ઈશિતા દત્તા પણ દર વર્ષે ગણેશ ચતુર્થીની ઉજવણી કરે છે. અભિનેત્રી પણ પોતાના હાથે બાપ્પાની મૂર્તિ બનાવે છે અને તૈયાર કરે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર તેની ઝલક પણ પોસ્ટ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:55 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:53 PMઓપરેશન સિંદૂર: ભારતીય સેનાએ 100 આતંકવાદીઓને ઠાર કર્યા
May 11, 2025 08:48 PMપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMકાશ્મીરમાં 20 સ્થળોએ દરોડા પાડવામા આવતા સ્લીપર સેલ મોડ્યુલનો પર્દાફાશ
May 11, 2025 05:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech