દર મહિનાની પહેલી તારીખે સરકાર ઘણા નિયમોમાં ફેરફાર કરે છે. આ દિવસે ગેસ સિલિન્ડરથી લઈને પેટ્રોલ અને ડીઝલ સુધીની દરેક વસ્તુના ભાવ નક્કી કરવામાં આવે છે. આ ઉપરાંત, આજે એટલે કે 1 મેથી ઘણા નાણાકીય ફેરફારો થઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. દેશભરમાં સૌથી વધુ વપરાશમાં આવતા દૂધ અમૂલના દૂધ માટે પણ તમારે વધુ પૈસા ખર્ચવા પડી શકે છે.
અમૂલ દૂધમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો
મધર ડેરી અને વેર્કા બ્રાન્ડ્સ પછી, અમૂલે પણ દેશભરમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. નવી કિંમતો આજથી અમલમાં આવ્યો છે. અમૂલ સ્ટાન્ડર્ડ, અમૂલ બફેલો મિલ્ક, અમૂલ ગોલ્ડ, અમૂલ સ્લિમ એન્ડ ટ્રીમ, અમૂલ ચાઈ માઝા, અમૂલ તાઝા અને અમૂલ ગાયના દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો થયો છે.
ATMમાં પૈસા ઉપાડવા મોંઘા થયા
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નવા નિર્દેશો અનુસાર, એટીએમમાંથી નિર્ધારિત મફત વ્યવહાર મર્યાદા પછી દરેક વધારાના વ્યવહાર માટેનો ચાર્જ 1 મે, 2025થી 21 રૂપિયાથી વધારીને 23 રૂપિયા કરવામાં આવ્યો છે. આ ફી નાણાકીય અને બિન-નાણાકીય બંને વ્યવહારો પર લાગુ થશે. ગ્રાહકોને મેટ્રો શહેરોમાં તેમની બેંકના એટીએમમાંથી ત્રણ મફત વ્યવહારો અને નોન-મેટ્રો વિસ્તારોમાં પાંચ મફત વ્યવહારો મળે છે.
રેલેવ ટિકિટને લઈ ફેરફાર કરાયો
ભારતીય રેલ્વેએ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. હવે સ્લીપર અને એસી કોચમાં વેઇટિંગ ટિકિટ માન્ય રહેશે નહીં. વેઇટિંગ ટિકિટ પર મુસાફરી ફક્ત જનરલ કોચમાં જ શક્ય બનશે. આ ઉપરાંત, એડવાન્સ રિઝર્વેશનનો સમયગાળો ૧૨૦ દિવસથી ઘટાડીને ૬૦ દિવસ કરવામાં આવ્યો છે.
કોર્મશિયલ ગેસ સિલિન્ડરમાં 17 રૂપિયા ભાવ ઘટ્યો
દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરવામાં આવે છે. આજે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 17 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેના કારણે ગ્રાહકોના માસિક બજેટ પર થોડી રાહત મળી છે.
સીએનજી અને પીએનજીના ભાવને લઈ ફેરફાર થવાની શક્યતા
પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની શરૂઆતમાં એર ટર્બાઇન ફ્યુઅલ, સીએનજી અને પીએનજીના દરોની સમીક્ષા કરે છે. આ ઇંધણના ભાવ ૧ મે, ૨૦૨૫થી બદલાય તેવી શક્યતા છે, જે પરિવહન અને ઘરેલું ઉપયોગને અસર કરી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહાઉસફુલ 5ને કોઈ પણ સંજોગોમાં સફળ બનાંવવા અક્ષય પર દબાણ
May 09, 2025 12:26 PMકેમેરાથી બીક લાગે: બોલીવુડમાં તો નહી જ આવું: સારા તેંડુલકર
May 09, 2025 12:25 PMમોટા પડદા પર 'શ્રી કૃષ્ણ' ની ભૂમિકા ભજવવાની આમિરની ઈચ્છા
May 09, 2025 12:23 PM'બોર્ડર 2'માં સોનુ નિગમ અને અરિજિત સિંહ સાથે ગાશે 'સંદેશે આતે હૈં'
May 09, 2025 12:22 PMપરિસ્થિતિને ઘ્યાનમાં લઇને જી.જી. હોસ્પિટલમાં ૧૦૦ બેડની વ્યવસ્થા
May 09, 2025 12:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech